અજંતા ફુટવેર, રમેશ જનરલ સ્ટોર, અખિલેશ ચીકી, શ્રીજી મોબાઈલ અને મહાલક્ષ્મી ડેપો પાસે માર્જીન-પાકિર્ંગમાં ખડકાયેલા દબાણો દુર કરાયા
વન વીક વન રોડ અંતર્ગત આજે મહાપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૭માં સરદારનગર મેઈન રોડ ઓપરેશન ઓટલા તોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ ૧૧ સ્થળોએ માર્જીનમાં થયેલા ઓટા, ગ્રીલ અને છાપરાના દબાણો દુર કરવામાં આવ્યા હતા. સોલીડ વેસ્ટ શાખાએ અહીં ૧૪ વ્યકિતઓ પાસેથી રૂ.૪,૬૦૦નો દંડ વસુલ કર્યો હતો.
આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટીપીઓ એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.૭માં સરદારનગર મેઈન રોડ પર ડિમોલીશનની કામગીરી હાથધરી હતી. જેમાં મહાલક્ષ્મી ડેપો દ્વારા રોડ પર ખડકી દેવાયેલા પ્લેટફોર્મ અને પોતાનું દબાણ, અજંતા ફુટવેરના પાર્કિંગમાંથી ગ્રીલ અને ઓટો, શ્રી બ્રહ્મા કોમ્પ્લેક્ષ પાસે ચા વાળાના ઓટાનું દબાણ, રમેશ જનરલ સ્ટોરના પાર્કિંગમાંથી ઓટો, રાજેન્દ્ર પાનવાળા રોડ પર પ્લેટફોર્મનું દબાણ, અખિલેશ ચીકી નજીક રોડ પર ઓટાનું દબાણ, પ્યાસા પાન એન્ડ પાકિર્ંગમાં સાઈન બોર્ડ અને છાપરાનું દબાણ, જનકલ્યાણ કોમ્પ્લેક્ષ પાસે કોર્નર પર ઓટાનું દબાણ, ૧૩-સરદાનગરમાં જય દ્વારકાધીશ પાનવાળા રોડ પર પ્લેટફોર્મનું દબાણ, શ્રીજી મોબાઈલના પાર્કિંગમાં ગ્રીલનું દબાણ તથા ડિનીલશ રેડિમેઈડ શો-રૂમ નજીક રોડ પર બે લાઈટીંગનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.
વન વીક, વન રોડ ઝુંબેશમાં ટીપી શાખાની સાથે રહેલી સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે ૧૪ આસામીઓ પાસેથી રૂ.૪,૬૦૦નો દંડ વસુલ કરાયો હતો.