વાડીલાલ આઈસ્ક્રીમ, અતુલ આઈસ્ક્રીમ, રામ ઔર શ્યામ ગોલા, આશ્ના મેડિકલના સાઈન બોર્ડ, છાપરા, ઓટલા, લોખંડની જાળી સહિતના દબાણો દુર કરાયા
કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ પર વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૪૦ સ્થળોએ માર્જીનમાં ખડકાયેલા ઓટલા તથા છાપરાના દબાણો દુર કરવામાં આવ્યા હતા.
આજે સવારે વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખાનો કાફલો શહેરના સાધુ વાસવાણી રોડ પર ત્રાટકયો હતો. અહીં મોમાઈ ટી સ્ટોલ, ઉમા રેફ્રીજરેશન, બાલાજી મેડિકલ સ્ટોલ, એન્જલ ડિફેન્સ, અતુલ આઈસ્ક્રીમ, રામ ઔર શ્યામ ગોલા, આશના મેડિકલ, વાડીલાલ આઈસ્ક્રીમ, ઈન્ટો ધ વાઈલ્ડ રેસ્ટોરન્ટ, ક્રિષ્ના સ્વીટ એન્ડ ફરસાણ, બજરંગ એન્ટરપ્રાઈઝ, રાજ પેલેસ બિલ્ડીંગ, રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક, નોટરી રીના જોશી, જય સોમનાથ રેસ્ટોરન્ટ, નિલકંઠ પ્રોવીઝન સ્ટોર, મારૂતી વાસણ ભંડાર, શ્યામ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ, ડો.કે.જી.હોસ્પિટલ, નીલ આયુર્વેદિક, નાગેશ્ર્વર ડ્રેસીસ, કૈલાશ ખમણ હાઉસ, વસ્ત્ર, રાધા રાણી, પુનિત ફુટવેર, સનફલાવર ઈંગ્લીશ સ્કૂલ, ચામુંડા ડેરી, ક્રિષ્ના કલીનીક, નીતુ ફેશન વર્લ્ડ, ચામુંડા સ્ટેશનરી, એન્જલ, પુજારા બ્યુરો શોપ, સિઘ્ધિ વિનાયક, ભોલેનાથ હાર્ડવેર, પટેલ ઓટો, કિસ્મત મોબાઈલ, શિવ પાન, બાલાજી હોઝીયરી, બ્રહ્માણી વેલ્ડીંગ અને ડેઝર્ટ ડેન સહિત કુલ ૪૦ જગ્યાએ માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા દબાણો, સાઈન બોર્ડ, છાપરું, જાળી, લોખંડની એંગલ અને પતરા દુર કરવામાં આવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com