રસ્તામાં પડેલા ખાડાઓ વર્ષોની સમસ્યા: અનેક સવાલો સાથે કોંગ્રેસે કર્યો વિરોધ

રાજકોટની સરકારી સિવિલ હોસ્પીટલમાં તૂટેલા રોડ-રસ્તાઓ, કાયમી સિવિલ સર્જન અને કાયમી મેડિકલ કોલેજના ડીનની ખાલી જગ્યાઓ, કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડીંગોમાં સુવિધાઓનો અભાવ તેમજ સિવિલ હોસ્પીટલમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડીયાની આગેવાનીમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

ભ્રષ્ટ-કથળેલ-લકવાગ્રસ્ત આરોગ્ય તંત્રને ઢંઢોળતી કોંગ્રેસ. રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પીટલમાં રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક દર્દીઓ આવતા હોય છે. સરકાર પ્રજાના ટેક્ષના પૈસામાંથી કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાની આરોગ્યની સુખાકારી માટે બિલ્ડીંગો ઉભા કરે છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ સિવિલ હોસ્પીટલના તમામ નવા બનાવવામાં આવેલા બિલ્ડીંગોમાં પાર્કિંગોમાં ઠેરઠેર પાણી ભરાય છે. બાથરૂમ તથા જનરલ વોર્ડની હાલત પણ ઘણી કફોડી છે અને ખાસ કરીને સિવિલ હોસ્પીટલમાં ઈમરજન્સી વિભાગમાંથી કે અન્ય વોર્ડમાંથી દર્દીઓને એકસરે માટે કોઈ અન્ય સા2વા2 માટે સ્ટ્રેચરમાં લાવવા-લઈ જવા પડે છે. ત્યારે આ સરકારી સિવિલ હોસ્પીટલના રોડ રસ્તાઓ છેલ્લા 3-4 વર્ષથી અતી બીસ્માર હાલતમાં છે. રોડ પર મોટા મોટા ખાડાઓ થઈ ગયા છે.

સિવિલ હોસ્પીટલના ઈમરજન્સી વિભાગથી લઈ કે.ટી. ચિલ્ડ્રન વિભાગ અને પી.એમ. રૂમ સુધી સતત ગુજરાત ભા.જ.5.નું વિકાસનું ખાડા મોડલ નજરે પડે છે. જેનાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને એમાય ખાસ કરીને એકસીડન્ટ અને હાર્ટના દર્દીને સ્ટ્રેચરમાં વધારે પડતા થડકાઓ સહન કરવા પડે છે. ત્યારે એક સક્ષમ વિપક્ષ તરીકે કોંગ્રેસે પ્રજાની આ વેદનાને વાચા આપવા માટે સિવિલ સર્જન, આરોગ્ય વિભાગનું સિવિલ મેન્ટેનન્સ કરવાની જવાબદારી જેના શીરે છે તે 40% ના મિશનથી કોન્ટ્રાકટર આપતું પીઆઈયું વિભાગ સુધી અનેક રજૂઆતો કરવા છતાં નિંભર અને નિષ્ઠુર તંત્રે રોડ રહ્યા છે.

આ બાબતે રાજકોટના ધારાસભ્યઓને પણ પત્ર પાઠવી સિવિલ હોસ્પીટલના રોડ-રસ્તા તેમજ અન્ય સુવિધાઓ બાબતે યોગ્ય કરવા રજુઆત કરેલ હતી. પરંતુ આ સરકારનું તંત્ર લાગે છે કે રાજકોટના ધારાસભ્યઓને પણ ગાંઠતુ નથી. ત્યારે પ્રજાની આ વેદનાને વાચા આપવા કોંગ્રેસ પક્ષે રોડ ઉપર આવી આશ્ચર્યજનક કાર્યક્રમ આપી સરકારી સિવિલ હોસ્પીટલના ભંગાર રોડ રસ્તાઓ તેમજ ખાસ કરીને ઈમરજન્સી વિભાગના સ્ટાફ અને ડોકટરોની અછત, નવા બનેલા ઓ.પી.ડી. બિલ્ડીંગના સેલરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા તેમજ જીવન રક્ષક દવાઓ (ડાયાબીટીસના ઈન્સ્યુલીન, બી.પી. ની દવા, હડકવાની રસી, હાડકાના ઓપરેશન માટેના ઈન્સ્ટ્રુમેન્ટ) સહિતના મુદ્દાઓ અને સિવિલ હોસ્પીટલના સિવિલ સર્જન દ્વારા સિવિલ હોસ્પીટલમાં ચલાવવામાં આવતા ભ્રષ્ટાચાર જેમકે વગર ટેન્ડરે દવાની ખરીદી, પોતાને મળતી સ2કા2ી ગાડીનો બેફામ ઉપયોગ, વહીવટ કામ માટે પોતાની ઓફીસમાં આઠ ડોકટરને રોકી રાખવા જેવા મુદ્દાઓને ઉજાગર કર્યા છે અને રાજયની આંધળી, બેરી અને મૂંગી સરકાર રાજયના ગરીબ દર્દીઓની વેદનાને સાંભળી સિવિલ હોસ્પીટલના રોડ – રસ્તાની મંજૂરી અર્થે ગાંધીનગર આવેલ ફાઈલ કમલમ કાર્યાલયમાં કમિશનનો હિસાબ મળી ગયો હોય તો તાત્કાલીક મંજુર કરે અને માત્ર બે ઈજનેરોથી ચાલતા પીઆઇયુ વિભાગમાં જરૂરી સ્ટાફની ભરતી કરે, રાજકોટ સિવિલ હોસ્પીટલને કાયમી સિવિલ સર્જન, જરૂરીયાત મુજબના ડોકટરો અને નર્સિંગ સ્ટાફની ફાળવણી કરે તેમજ સરકારી મેડીકલ કોલેજમાં કાયમી ડીનની નિમણુંક કરે અને લોકોને આરોગ્યની સારી સુવિધા મળે તેવા સુશાસનની વ્યવસ્થા કરે અને આ રોડ બનાવવાની તારીખ પણ જાહેર કરે તેવી કોંગ્રેસ પક્ષે માંગણી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.