પ્રવર્તમાન સંજોગો તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બનતા આતંકવાદી બનાવોને ધ્યાને લઈ અત્રેનો દેવભૂમિ દ્વારકા જીલ્લો ભારતની પશ્ર્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ છે અને પાકિસ્તાન દરીયાઈ માર્ગેથી નજીક છે નજીકના ભુતકાળમાં ભારતમાં અલગ અલગ જગ્યાએ થયેલ આતંકવાદી હુમલાઓના અનુસંધાને તકેદારીના ભાગે રોહન આનંદ, જિલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક-મુખ્ય મથકે, દેવભૂમિ દ્વારકા તથા વેદાંત-ક્રેઈન (ઓ.એન.જી.સી.) ભોગાતના સિકયુરીટી અધિકારીના ઓબ્ઝર્વર હેઠળ હાલના પ્રવર્તમાન સંજોગો અને સિસ્ટર એજન્સીઓ દ્વારા મળતા ઈનપુટો તથા આતંકવાદી હુમલાના એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાની ચકાસણી કરવી ખુબ જ જરૂરી હોય તેમજ વેદાંત ક્રેઈન (ઓ.એન.જી.સી.) ભોગાત ઉપર આતંકવાદી હુમલો થવાની સંભાવના તેમજ દેશની આર્થિક સ્થિતિ ઉપર મહત્વ ધરાવતી હોય જેથી ગઈકાલ તા.૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના કલાક ૨:૦૦ વાગ્યાથી કલાક ૭:૦૦ વાગ્યા દરમ્યાન વેદાંત-ક્રેઈન (ઓ.એન.જી.સી.) ભોગાત ખાતે સુરક્ષા ચકાસવા તેમજ સંભવિત આતંકી હુમલાને પહોંચી વળવા મોકડ્રીલ ઓપરેશન કર્તવ્યનું આયોજન કરેલ. જેમાં નીચે મુજબની કાર્યવાહી કરેલ હતી.
ક્રેઈન ઈન્ડિયા ભોગાત ખાતે બે આતંકવાદી ક્રેઈન ઈન્ડિયા-ભોગાતની સિકયુરીટીની ગાડીનું અપહરણ કરી લઈ ક્રેઈનના મેઈન ગેટથી પ્રવેશ કરી સિકયુરીટી ગાર્ડ ઉપર અંધાધુંધ ફાયરીંગ કરી વેંદાત ક્રેઈન ઈન્ડિયા ભોગાતના એડમિન બિલ્ડીંગ તરફ આગળ વધી બીજો ગેઈટ કુદીને આગળ એડમીન બિલ્ડીંગમાં ઘુસી જઈ જનરલ મેનેજરને બંધક બનાવી અલગ અલગ જગ્યાએ બોમ્બ ગોઠવી દીધેલ જેની જાણ સિકયુરીટી કંટ્રોલ‚મને થતા તમામ સિકયુરીટીને એલર્ટ કરેલ આતંકવાદીઓ કંટ્રોલ‚મનો સંપર્ક કરી ભાગી જવા માટે હેલીકોપ્ટરની માંગણી તથા જેલમાં બંધ આતંકવાદી જેલમાંથી મુકત કરવાની અને કરોડ રૂપિયાની માંગણી કરેલ અન્યથા તેમણે ગોઠવેલા બોમ્બથી બોમ્બ બ્લાસ્ટ કરી વેદાંત-ક્રેઈન (ઈન્ડિયા-ભોગાતની ઓઈલ ટેન્કોને ઉડાવી દેવાની ધમકી આપેલ હતી.
વેદાંત-ક્રેઈન ઈન્ડિયા ભોગાત સિકયુરીટી અધિકારી તમામ સિકયુરીટી અધિકારીને એલર્ટ જાહેર કરી એડમીન બિલ્ડીંગને કોર્ડન કરેલ અને કંટ્રોલ‚મ સિફટના ઈન્ચાર્જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ કંટ્રોલ‚મના નં.૦૨૮૩૩-૨૩૨૦૦૨ ઉપર તથા કલયાણપુર પોલીસ સ્ટેશનના નં.૦૨૮૯૧-૨૮૬૨૨૨ ઉપર જાણ કરેલ હતી. જીલ્લા પોલીસ કંટ્રોલ‚મ દ્વારા જીલ્લામાં એલર્ટ જાહેર કરી પોલીસ ઈન્સ્પેકટર એસઓજી, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથકનાઓને અને પોલીસ અધિક્ષકને જાણ કરેલ. ત્યારબાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક પહોંચી જઈ એડમીન બિલ્ડીંગનું કોર્ડન કરી બોમ્બર સાથે સતત વાટાઘાટો કરશે અને સતત સમય પસાર કરાવેલ હતો.
આ દરમયાન એસઓજીના અધિકારી જરૂરી સ્ટાય સાથે તેમજ બીડીડીએસ ટીમ સાથે જગ્યાએ પહોંચી જઈ સિકયુરીટી અધિકારીને મળી એડમીન બિલ્ડીંગ તથા આતંકવાદીઓની સંખ્યા બોમ્બ/હથિયાર બાબતેની માહિતી મેળવી બિલ્ડીંગનો મેપ મેળવી તે મુજબ બે એટેક પાર્ટી બનાવી રોડની બાજુમાં આવેલ ગટ્ટ મારફતે એટેક પાર્ટીઓ એડમીન બિલ્ડીંગ પાસે પહોંચી જઈ એક ટીમ સીડીનો ઉપયોગ કરી અગાશીમાંથી એડમિન બિલ્ડીંગમાં પ્રવેશેલ અને આતંકવાદીઓ વાળા રૂમ પાસે પહોંચી જઈ પોઝીશન સંભાળેલ અને એટેક ટીમના અધિકારી બોમ્બર સાથે સતત વાતચીત કરેલ તે દરમ્યાન બીજી એટેક ટીમ ગટ્ટર મારફતે પુલ નીચેના પાઈપ પ્રવેશ કરી આતંકવાદીવાળા રૂમની બારી પાસે પહોંચી જઈ સમય સુચકતા સાથે પાછળની બારીમાંથી પ્રવેશ કરી આતંકીને પાછળથી હુમલો કરેલ અને સામેની પાર્ટી આવી એક આતંકવાદીને પકડી લઈ એડમીન બિલ્ડીંગ બહાર લઈ આવી પુછપરછ કરેલ અને બોમ્બ છુપાવેલ જગ્યાએ સર્ચ કરી બોમ્બ શોધી બીડીડીએસ ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.
આ મોકડ્રીલમાં પોલીસ ઈન્સ. એસ.એચ.સારડા એલસીબી તથા એસઓજી ટીમના પોલીસ ઈન્સ્પેકટર કે.જી.ઝાલા, એચ.આર.કુવાડીયા તથા એસઓજી ટીમના દેવશીભાઈ ગોજીયા, મહંમદભાઈ બ્લોચ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, મહાવીરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા વગેરે કલ્યાણપુર પોલીસ સ્ટેશન સ્ટાફ તથા વેંદાત ક્રેઈન (ઓ.એન.જી.સી.) ઈન્ડિયા-ભોગાતના સિકયુરીટીના અધિકારીઓએ ભાગ લીધેલ
હતો.