ચૂંટણી આવે એ પહેલા જ રાજકીય તડજોડ અને ખેંચાખેંચી આગળ વધી રહી છે. સિક્કા પાલિકામાં ભાજપે ઓપરેશન હાથ ધરી પૂર્વ પ્રમુખ સહિત ૩૧ કોંગી આગેવાનોને કેસરીયા ધારણ કરાવ્યા હતા. જામનગર શહેર અને જિલ્લામાં ચૂંટણી પહેલાં જ મોટા પ્રમાણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેરના બે પૂર્વ કોર્પોરેટરો ના ભાજપ અને કોંગ્રેસમાં પ્રવેશ પછી હવે જામનગર તાલુકાના સિક્કામાં ભાજપ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સિક્કા કોંગ્રેસના અગ્રણી એવા સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના ૩૧ હોદ્દેદારોએ ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. જેથી સિક્કાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. સિક્કા પાલિકાના પૂર્વ પ્રમુખ જુમાભાઈ જાકૂબભાઈ હુંદડા, કે જેઓ હાલ નગરપાલિકાના સભ્ય પણ છે ઉપરાંત ૭૭ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના પ્રમુખ આદમ જુમાભાઈ હુંદડા, સિક્કા ના કોંગ્રેસના કોર્પોરેટર અનવર જાકૂબ હુંદડા ઉપરાંત ૭૭- ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના મંત્રી અબ્બાસ નૂરમામદ સંઘાર સહિત ૩૧ કોંગી અગ્રણીઓએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. જામનગરના જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય માં તમામ ૩૧ કાર્યકરોને પ્રવેશ આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મૂંગરા, તેમજ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ઉપરાંત જાડા પૂર્વ ચેરમેન દિલિપસિંહ ચુડાસમા સહિતના ભાજપના અગ્રણીઓની હાજરીમાં તમામ ૩૧ કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી ને ભાજપમાં પ્રવેશ કરાવાયો હતો. જેને લઈને સિક્કાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે હાલ વર્તમાન બોડી ભાજપની જ છે. જેની હવે તાકાત વધુ મજબૂત બની છે.
Trending
- પાન કાર્ડમાં કયુઆર કોડ પણ હશે: પાન-02 પ્રોજેકટને બહાલી
- ભાવનગરના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી ત્રણ સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા
- જયંતિ સરધારા પર હુમલો પાટીદાર સમાજમાં ‘ઉભા ફાડિયા’ સમાન?
- અડધા ભારતને SIPની 12x12x24 ફોર્મ્યુલા ખબર નથી, જાણશે તે બની જશે 2 કરોડ રૂપિયાનો માલિક
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !