ઈ-ફાઈલીંગના બદલે મેન્યુઅલી ફાઈલીંગ પૂન: શરૂ કરાવો
વડોદરા વકીલ મંડળની હાઈકોર્ટ સમક્ષ રજૂઆત
ગુજરાત હાઈકોર્ટનાં તાબા હેઠળની તમામ કોર્ય કાર્યરત કરવા તથા રાજય સરકાર દ્વારા વકીલો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી વડોદરા વકીલ મંડળે માગણી કરી છે.
વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે ગુજરાત બાર કાઉન્સીલને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે લોકડાઉન બાદ વહીવટી કચેરીઓ તથા રેવન્યુ કોર્ટ, બોર્ડ ઓફ નોમીનીઝ તથા ગ્રાહક સુરક્ષા કોર્ટ કાર્યરત થઈ છે.
સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના તાબા હેઠળ આવેલી કોર્ટમાં ઈ-ફાઈલીંગથી સ્પે. કેસ તરીકે જામીન અરજીમાં તથા મુદામાલની અરજીઓ ઈ-ફાઈલીંગથી સ્વીકારવામાં આવે છે જે પધ્ધતિથી રાજયના જિલ્લા તાલુકા મથકે આવેલી કોર્ટમાં પ્રેકટીસ કરતા વકીલોને વ્યવસાયીક રીતે અન્યાય થઈ રહ્યો છે.
તમામ કોર્ટો કાર્યરત કરવા અને તમામ કોર્ટો કાર્યરત થઈ શકે તેમ ન હોય તો વકીલો માટે આર્થિક પેકેજ જાહેર કરીને ઓછા વ્યાજે ૧ લાખ સુધીની મદદ કરવા માટે રાજય સરકારમાં દબાણ ઉભુ કરવું જોઈએ તેમ આ આવેદનમાં જણાવાયું છે
વકીલોને બીજો વ્યવસાય કરવાની છૂટ અપાઈ છે તેનાથી વકીલોની છબીને નુકશાન થયું છે. આવી જાહેરાત કરતા અગાઉ જિલ્લા તાલુકા પ્રમુખોનો અભિપ્રાય લેવો જોઈએ તેમ આવેદનમાં જણાવાયું છે.
છેલ્લા ૪ મહિનાથી કોર્ટની કાર્યવાહી લોકડાઉનના લીધે સ્થગિત થવાથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોની મુશ્કેલી ધ્યાને લઈ હાઈકોર્ટ તાબા હેઠળની તમામ જિલ્લા તાલુકા કોર્ટમાં મેન્યુઅલી ફાઈલીંગ શરૂ કરાવવા પણ આ આવેદનમાં રજૂઆત કરાઈ છે.