આપણે ઘણી વખત નજરો જોયો હશે કે એક રિક્ષમાં ૫ કે ૬ જણા બેસેલા જોયા પરંતુ શું તમે ક્યારેય રિક્ષામાં 20થી વધુ લોકોને બેસેલા જોયા છે ? યુપીમાં આવી જ એક ઘટના બની છે. જ્યાં પોલીસે એક રિક્ષામાં ૨૭ લોકોને ઉતાર્યા હતા.
મળતી માહિતી મુજબ આ ઘટના ઉતર પ્રદેશના ફતેહપુર જિલ્લાની છે જ્યાં બકરી ઈદ નિમિતે આ નજારો જોવા મળ્યો હતો. ઓટોમાં મુસાફરોની ભરમાર જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસે તરત જ ઓટો રિક્ષાને રોકી હતી અને તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઓટો રિક્ષા કબજે કરી હતી. જ્યારે આ ઓટો બંધ થઈ અને પોલીસે એક પછી એક મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા તો પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ. આ ઓટો રિક્ષામાં ડ્રાઈવર સહિત કુલ 27 લોકો સવાર હતા. જેમાં અનેક બાળકો પણ સામેલ થયા હતા.
એક ઓટો અને 27 મુસાફરો
https://twitter.com/i/status/1546343675399389184
આ મામલો ફતેહપુરના બિંદકી કોતવાલી વિસ્તારના લાલૌલી ચોકનો છે. જ્યાં બકરીદના તહેવારને ધ્યાનમાં રાખીને દરેક ચોક, રોડ પર પોલીસ સજ્જ હતી. આ દરમિયાન પોલીસને આ ઓટો નજરે પડી હતી જે ઓવરલોડ હતી અને ઝડપથી જઈ રહી હતી. ચેકિંગ દરમિયાન પોલીસે તેમને અટકાવ્યા ત્યારે બાળકો સહિત કુલ 27 લોકોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકો સહિત આ તમામ 27 લોકો બકરીદની નમાજ અદા કરીને તેજ ગતિએ પોતાના ગામ પરત જઈ રહ્યા હતા.
પોલીસે ઓટો કબજે કરી હતી
રિક્ષાનો આ નજારો જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એક ઓટો, જે ડ્રાઇવર સહિત ચાર લોકો માટે છે, તેમાં બમણા કરતાં વધુ લોકો હતા. આ ઓટોમાં 27 લોકો કેવી રીતે ચડી ગયા હશે તે જોઈને પોલીસ પણ પરેશાન થઈ ગઈ હતી. આ માત્ર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નથી, પરંતુ મોટા અકસ્માતને ખુલ્લેઆમ આમંત્રણ આપવા જેવું છે. પોલીસે ઓટો ચાલક અમજદને ઠપકો આપ્યો અને તેની ઓટો પણ જપ્ત કરી લીધી.