કોરોના વાયરસના ફેલાવાને રોકવા કેન્દ્ર અને રાજય સરકારે વિવિધ પગલા લીધા છે. સંક્રમણ અને મોતના કેસ વધ્યા છે. નાગરિકોને જર વગર બહાર ના નીકશવા જણાવાયું છે. આવા સંજોગોમાં સરકારે લોકોની અવર જવર અને ટોળા એકઠા થતા રોકવા માટે કલમ ૧૪૪ કેટલાક સ્થળો લગાવાઈ છે.
ત્યારે શહેરમાં લગભગ તમામ બજારો અને રોડ રસ્તા પરની દુકાનો બંધ રખાઈ છે. જોકે લોકોને જરી વસ્તુઓની ઉણપ ન વર્તાય તે માટે જરી વસ્તુઓની દુકાનો ખૂલ્લી રાખવાની મંજૂરી અપાઈ છે. દુધ, કરિયાણુ અને દવાઓ માટેની દુકાનો ખૂલ્લી છે. કોરોના વાયરસની મહામારીની સ્થિતિમાં લોકોને શાંતિ જાળવવા વિવિધ ક્ષેત્રોનાં આગેવાનો દ્વારા અપીલ કરાઈ છે.