રાજકોટ જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દેવસ્થાન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપભાઈ ઠાકોરના વરદ હસ્તે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામે કુલ રૂ. ૭૬૦.૫૩ લાખના ખર્ચે ૨૧ જેટલા લોકાર્પણ તથા ખાતમુહૂર્તના વિકાસ કાર્યો કરવામાં આવ્યું હતું.

કોટડા સાંગાણી તાલુકાના શાપર (હિરણી) ગામે સાંજે ૦૪-૦૦ કલાકે કુલ રૂા. ૯૪૨.૦૫ લાખના ખર્ચે ૦૯ (નવ) લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનું કામ, વેરાવળ ગામે સબસેન્ટર બિલ્ડીંગ તથા કમ્પાઉંડ વોલ, નવી મેંગણી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૭ લાખ લીટર પાણીની ક્ષમતાનો સંપ તથા શાંતીધામ પાસે ૫ લાખ લીટર ક્ષમતા ધરાવતા સંપના કાર્યોનો સમાવેશ કરવામાં આવશે.

પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા અને જસદણ તાલુકામા કુલ રૂા.૬૯૨૧.૫૪ લાખના ખર્ચે ૬૩ જેટલા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે.

7537d2f3 9

વિંછીયા ખાતે રૂ.૩૪૧૪.૨૨ લાખના ખર્ચે કુલ ૨૬ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત જેમાં વિંછીયા ખાતે વિંછીયા-હડમતીયા-છાસિયા રોડના કામનું ખાતમહુર્ત, ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ કામો, વિલેજ લેવલ ફેસેલિટી ભડલી ગૃપ સુધારણા યોજનાના કામો, આંગણવાડી કેન્દ્ર, તાલુકા શાળામાં શેડ હોલના કામો, વિવિધ જગ્યાઓએ પેવરબ્લોક અને સી.સી.રોડના કામોનો સમાવેશ થાય છે.

સાંજે ૦૪:૦૦ કલાકે જસદણ ખાતે રૂ.૩૫૦૭.૩૨ લાખના ખર્ચે કુલ ૩૭ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવશે. જેમાં ડુંગરપુરથી નાની લાખાવડ સુધીના ડામર રોડના કામ સહિત અન્ય ડામર રોડના કામો, જસદણ પોલીસ લાઈન ખાતે પોલીસ આવાસોના બાંધકામોનું ખાતમુહૂર્ત, ભંડારીયા ગામે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ સહિત પાણીની પાઈપ લાઈનના કામો , સ્નાનઘાટના કામો, કોમ્યુનિટી હોલના કામો જેવા વિવિધ વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.