ઓનલાઈન ફોર્મ, જાતીનાં દાખલા, સોગંદનામુ, સરકારી સહાયના ફોર્મ ભરી અપાશે

ખવાસ રજપૂત સમાજ દ્વારા સેવાસેતુ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. સાયકલોન શો -રૂમની બાજુમાં મવડી ચોકડી પાસે આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર ખવાસ રજપૂત સમાજના આર્થિક અને સામાજીક વિકાસ હેતુથી દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટ ખવાસ રજપુત સમાજ રાજકોટ દ્વારા સેવા સેતુ કેન્દ્ર ઓફીસની સ્થાપના કરી રહ્યા છીએ જેમાં સમાજ ઉપયોગી યોજનાઓ આર.ટી.ઈ. હેઠળ ફ્રી એજયુકેશન માટે ઓનલાઈન ફોર્મ, ઓબીસીનો દાખલો જાતીના દાખલા, ક્રીમીલીયર સર્ટીફીકેટ, એપલોમેન્ટ કાર્ડ, એફિડેવિટ, સોગંદનામું, શૈક્ષણીક કાર્ય માટે મુંઝવતા પ્રશ્ર્નો, ઓબીસી બક્ષીપંચને અપાતી વિવિધ સરકારી સહાય માટેના ફોર્મ, સરકારી યોજનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ, યુવાનો માટે સરકારી નોકરીમાટે ઓનલાઈન ફોર્મ ભરી આપીશું શિષ્યવૃત્તિ અંતર્ગત માહિતી રાજેગાર, પ્રાઈવેટ નોકરી માટેની માહિતી સરળ લોન, જ્ઞાતીબંધુઓને સંકટ અને આપતિના સમયે વિના સંકોચ સહાયરૂપ થવા હેતુ રાજકોટ શહેરમાં વસતા સમાજનો સર્વે કરીને સભ્યપદ પધ્ધતી યોજના હેઠળ સંગઠીત બનાવવાના ઉદેશ્યથી કાયમી ધોરણે સેવા સેતુ કેન્દ્ર ઓફીસ સોમવારથી રોજ કાર્યરત કરવામાં આવેલ છે.

banna for site 1

આ અંગેની વધુ માહિતી મોટો સમાજના હોદેદારો ગોવિંદભાઈ પરમાર, સાવનભાઈ રાઠોડ, સત્યજીત પરમાર, ખીલનભાઈ ભટ્ટી, ધવલભાઈ પરમાર, રવિભાઈ રાઠોડ, સુરેશભાઈ ચૌહાણ, વિજયભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ સોલંકી, સત્યજીત પરમાર અને કાનાભાઈ ચૌહાણે અબતક પ્રેસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.