ડો.વસંત સાપોવાડીયા સહિતના સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબો ભવિષ્યમાં ૨૪ કલાક આંખની સારવાર માટે સજ્જ
આંખના સર્જન તરીકે સમ્રગ ભારતમાં ખ્યાતનામ ડો.વસંત સાપોવડિયાની નેત્રદીપ આઈ હોસ્પિટલ હવે રવિવારથી નવા મુકામ પર નવપ્રસ્થાન કરી રહી છે.રાજકોટમાં એસ.ટી. બસ સ્ટેશનની પાછળ ૧૯૯૯થી નેત્રદીપ આઈ હોસ્પિટલની શરૂઆત કર્યા બાદ હવે ૧૫૦ ફિટ રોડ, માધાપર ચોકડીથી નજીક આવેલા અયોધ્યા ચોક પાસે ગુજરાતની સૌથી અદ્યતન આંખની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સ્વરૂપમાં નેત્રદીપ આઈ હોસ્પિટલનું નવપ્રસ્થાન રવિવારથી થઈ રહ્યું છે.
રવિવારથી રાજકોટમાં એક એવી આંખની હોસ્પિટલ આંખની હોસ્પિટલ નહિ પણ આંખની સારવારનું મંદિર બની રહેશે. છેલ્લા ૩૫ વર્ષથી આંખની સારવારમાં જેમનું નામ ભારે આદર સાથે લેવામાં આવે છે અને જેમને અત્યાર સુધીમાં લાખોથી પણ વધારે આંખની સર્જરી કરી છે તે ડો. વસંત સાપોવાડિયા અને તેમની એક્સપર્ટ આઈ સર્જનોની ફૂલ ટાઈમ સુપર સ્પેશિયાલિસ્ટ ટીમ દ્વારા આંખના નંબરથી માંડી આંખના તમામ ઓપેરેશન અને આંખની તમામ સારવાર માટેનું વન સ્ટોપ સોલ્યૂશન નેત્રદીપ આઈ હોસ્પિટલ બની રહેશે.
નેત્રદીપ આઈ હોસ્પિટલની વિશે માહિતી આપતા ડો.વસંત સાપોવાડિયા અને તેમની નિષ્ણાંત ટીમે જણાવ્યું હતું કે આ માત્ર આંખની હોસ્પિટલ નહિ પણ અમારા દર્દીઓ માટે આંખની સારવારનું વન સ્ટોપ સોલ્યુશન છે.હોસ્પિટલની વિશેષતા અંગે જણાવતા કહ્યું હતું કે, અહીં તમામ લેટેસ્ટ ટેક્નોલોજી અને મશીન ઉપલબ્ધ બનાવાયા છે.અહીં રિલેક્સ સ્માઈલ પધ્ધતિ,એડવાન્સ કેટલિસ્ટ ફેમટો કેટરેક્ટઅને તેવી બીજી અનેક અતિ આધુનિક સારવાર લેટેસ્ટ મશીન સાથે ઉપલબ્ધ બનાવામાં આવી છે જે કદાચ સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ ગુજરાતમાં એક બે હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે. અહીં આંખને લગતા ઓપેરેશન જેવા કે ઝામર, મોતિયો, લેસરથી નંબર ઉતારવા તેમજ આંખની સારવારની સાથે સાથે બાળકોના મોતિયાની વિશેષ સારવાર, ત્રાસી આંખની સારવાર અહીં એક જ બિલ્ડિંગમાં થઈ શકે તે પ્રકારની સુવિધા અહીં ઉપલધ બનાવામાં આવી છે.
ડો વસંત સાપોવાડિયા અને તેમની એક્સપર્ટ ટીમ દ્વારા મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર,ગુજરાતમાં કેમ્પ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેસ પેપર, રિસર્ચ પેપર અને સર્જરીના લાઈવ ડેમો ગુજરાત ઓપથલ્મોલોજિકલ સોસાયટી,ઓલ ઇન્ડિયા ઓપથાલીમિક સોસાયટી, યુરોપિયન કેટરેક્ટ એન્ડ રીફ્રેક્ટીવ સોસાયટીમાં પોતાના રિસર્ચ પેપર અને પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરી પોતાનું વિશેષ યોગદાન આંખની સારવાર માટે આપ્યું છે.
ડો.વસંત સાપોવાડિયાની સાથે સાથે ડો અવની સાપોવાડીયા અને ડો.અદિતિ સાપોવાડીયા અને સાથોસાથ ડો.હેમલ જસાણી, ડો.ભાવિન ટીલવા અને ડો.યોગેશ ખંડવી ડો.અવની સાપોવાડીયા આંખની કીકીના સ્પેશિયાલિસ્ટ અને ડો.અદિતિ સાપોવાડીયા બાળકોના ઓપથાલ્મોલોજિસ્ટ અને ત્રાસી આંખના સ્પેશિયાલિસ્ટ ડો.હેમલ જસાણી રિફ્રેક્ટિવ સર્જરી અને કેટરેક્ટ સ્પેશિયાલિસ્ટ અને ડો. ભાવિન ટીલવા ગ્લુકોમા સ્પેશિયાલિસ્ટ ડો.યોગેશ ખંડવી ક્ધસલ્ટન્ટ ઓપથાલ્મોલોજિસ્ટ દર્દીઓને સારવાર આપશે. આંખની સારવાર માટે નવા જ અવતાર અને સુપર સ્પેશાલિસ્ટ સાધનો અને તબીબોની ટીમ માત્ર શહેર, સૌરાષ્ટ્ર કે રાજ્યભરમાં નહિ સમગ્ર ભારત દેશના દર્દીઓ માટે નેત્રદિન આંખની હોસ્પિટલ નવપ્રસન કરી રહી છે.