ગાયના દૂધ સહિતના 40 ઉત્પાદનોનું ગૌસત્વના નામથી વેચાણ શરૂ
છેલ્લા 25 વર્ષથી ગાયના સંવર્ધન અને ગૌચિકિત્સા માટે કાર્યરત સંસ્થા શ્રીજીગૌશાળાએ તેના પ્રથમ રીટેઈલ આઉટલેટ નીજી આઉટલેટનો લક્ષ્મીવાડી ખાતે પ્રારંભ કર્યો છે. ભુપેન્દ્રભાઈ છાટબારે રાજકોટની ઉત્તર પશ્ર્ચિમ ભાગોળે શ્રીજી ગૌશાળા આવેલી છે. ગાયના સંવર્ધન ગૌ પ્રોડકટ અને ગૌ ચિકિત્સા માટે ઘણા સમયથી કાર્યરત છે. બધા લોકો સુધી ગાયની પ્રોડકટ પહોચે તે માટે સતત 25 વર્ષથી સંસ્થા કાર્યરત છે.
સંસ્થાના નીજી આઉટલેટ 1/10 લક્ષ્મીવાડી ખાતે શ્રી ગીરીરાજ ગૌસત્વ પાર્લરના નામથી શરૂ થયો છે. શહેરની જનતાને દુધની અલગ અલગ બનાવટો મળીરહે તે માટે સંસ્થા કાર્યરત છે. ઋષિકાળથી ગાય આપણું એક હરતુ ફરતુ આરોગ્ય સ્ત્રોત છે. જેનો ઉપયોગ આપણા ઘર સુધી પહોચે તે સંસ્થાનો પ્રયાસ છે.
આપણે ઘરમાં ઘણી વસ્તુઓ જેમકે સાબુ, ફેસપેક, ફ્રેસ જેલ મલ્ટીનેશનલ કંપનીના વાપરતા હોઈએ છીએ. તો તેની જગ્યાએ ગાયના ઔષધીય ગુણો સાથે અને જેમાં કેમીકલ ન હોય, તેવા પ્રોડકટસ અમે બનાવીએ છી જેમાં 40 થી વધુ પ્રોડકટ ગૌસત્વા નામથી શરૂ કરાયા છે. ટ્રસ્ટી પ્રભુદાસભાઈ તન્નાએ શ્રીજી ગૌશાળા સંસ્થાનો ઉદેશ્ય છે. સારી ગીર ગાયનું જતન, સંરક્ષણ સંવર્ધન કરવું, હાલ સંસ્થામાં 1865 ગૌમાતા છે. સંસ્થાનો હેતુ એ જ છે કે લોકો સુધી ગાયના શુધ્ધ પ્રોડકટસ પહોચે આ પાર્લરમાં શેમ્પુ, સાબુ, ફીનાઈલ જેવી અલગ 63આઈટમો સંસ્થામાંથી નિર્માણ થાય છે. સાથે જ દુધની પ્રોડકટસ જેમકે ગુલ્ફી, શ્રીખંડ, કોલ્ડ મિલ્ક, ગાયનું ઘી વગેરે વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. સાથે સાથે રાજકોટ શહેરમાં રહેનાર લોકોને ઘરે દુધની હોમ ડીલીવરી પણ કરવામાં આવે છે. આ માટે અશોકભાઈ રાયચૂરા અને કિરીટભાઈ કુંડલીયાનો સંપર્ક કરવા જણાવાયું છે. અશોકભાઈ રાયચૂરા મો.નં. 9824217587, કિરીટભાઈ કુંડલીયા મો.નં. 9879577830 છે.