રૂપિયા ૨.૫૫ લાખ સુધી લેપટોપની વિશાળ રેન્જ: ખરીદી બાદ ગ્રાહકોને શહેરના ૩ સેન્ટરો ઉપર મળશે શ્રેષ્ઠ સર્વિસ
ટેકનોલોજી જાયન્ટ આસુસ ઈન્ડિયાએ રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમ આસુસ એક્સકલુઝીવ સ્ટોરનું લોન્ચીંગ કર્યું છે. આસુસ ઈન્ડિયાના નેશનલ સેલ્સ મેનેજર જીજ્ઞેશ ભાવસાર અને સ્ટોરના માલીક વૈભવ ભટ્ટના હસ્તે આસુસ એક્સકલુઝીવ સ્ટોરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્ટોરમાં વ્યાપક રેન્જમાં ઈલેકટ્રોનિકસ અને કમ્પ્યુટર હાર્ડવેર સામેલ છે. જેમાં બ્રાન્ડની ફલેગસીપ પ્રોડકટ જેવી કે, વિવો બુક, ઝેન બુક, ઝેન બુક-ફલીપ, ઝેન બુક ડ્યુઓ અને રિપબ્લીક ઓફ ગેમર લેપટોપ સામેલ છે. આ સ્ટોર કૈઝન સીસ્ટમ સોલ્યુશન, ભક્તિનગર સ્ટેશન, પટેલ આઈસ્ક્રીમની સામે ગોંડલ રોડ ખાતે કાર્યરત છે.
આસુસ ઈન્ડિયાના નેશનલ સેલ્સ મેનેજર જીજ્ઞેશ ભાવસારે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, આ ગુજરાતનો ૮મો અને ઈન્ડિયામાં ૭૦મો સ્ટોર છે. ૩૧ ડિસેમ્બર સુધીમાં આસુસ કુલ ૧૦૦ જેટલા સ્ટોર ધરાવતું થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉપરાંત ૨૦૨૦માં આસુસના સ્ટોરની સંખ્યા ૨૦૦ને પાર કરવા માટે અમે કાર્યરત છીએ. અહીં ૨.૫૫ લાખ સુધીની પ્રોડકટ ઉપલબ્ધ છે. આસુસ એક્સક્લુઝીવ સ્ટોર રિલાયન્સ ડિજીટલ અને ક્રોમા જેવા અન્ય લાર્જ સ્ટોર દ્વારા ગ્રાહકો સો મજબૂત જોડાણ પણ ધરાવે છે. ભારતમાં ૬૦૦થી વધુ જિલ્લાઓમાં હજારો રિસેલ્સ સો મજબૂત રિટેલ નેટવર્ક પણ ધરાવે છે.
કૈઝન સીસ્ટમ સોલ્યુશનના માલીક વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, અહીંથી ગ્રાહકોને ખરીદીમાં પુરો સંતોષ થશે. ઉપરાંત ખરીદી બાદ શહેરના ૩ સર્વિસ સ્ટેશન ખાતે શ્રેષ્ઠ સર્વિસ પણ મળશે. વધુમાં આ સર્વિસ સેન્ટરોમાં ઈન્વોઈશ બીલની જરૂર પડશે નહીં. ગ્રાહકો ખૂબ સરળતાી અહીં સર્વિસનો લાભ લઈ શકશે.