વિવિધ પ્રકારની ડિઝાઈનર ઉપરાંત વેડીંગ કલેકશન, એન્ટીક જવેલરી ઉપલબ્ધ
શહેરનાં પેલેસ રોડ ખાતે રારા જવેલર્સનું ઓપનીંગ બોલિવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહના હસ્તે કરવામાં આવ્યું હતુ. રારા જવેલર્સમાં વિવિધ પ્રકારની ડિઝાઈનર જવેલરી ઉપરાંત વેડિંગ કલેકશન, એન્ટીક જવેલરી વગેરે ઉપલબ્ધ છે.
આ તકે અભિનેત્રીએ રારા જવેલર્સની દરેક જવેલરીને જોઈને જવેલરીની ડિઝાઈનને પારખી હતી. રારા જવેલર્સમાં આકર્ષક જવેલરી જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
‘રાધે રાધે’ પરથી રારા જવેલર્સ નામ રાખ્યું :મહર્ષિ વેકરીયા
આ તકે રારા જવલેર્સના મહર્ષિ વેકરિયાએ જણાવ્યું હતુ કે આજે બોલિવુડ અભિનેત્રી ચિત્રાંગદાસિંહ દ્વારા અમારી શોપનું ઉદઘાટન થયું છે. તેનો અમને આનંદ છે. અમારે ત્યાં દરેક પ્રકારની જવેલરી જેવી કે ડિઝાઈનર જવેલરી, એન્ટિક જવેલરી, વેડિંગ જવેલરી વગેરે ઉપલબ્ધ છે. અમે રાધે રાધે ભગવાનના નામ પરથી જ રારા જવેલર્સ એવું નામ પાડયું છે. તમામ દર્શકોને અહી એકવાર આવવા અને ડિઝાઈનર જવેલરીનું કલેકશન જોવા માટે હું આમંત્રણ આપું છું.
રારા જવેલર્સની જવેલરી મને ખૂબ ગમી : ચિત્રાંગદાસિંહ
આ તકે અભિનેત્રી ચિત્રાંગદા સિંહે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે મને રાજકોટ આવીને ખૂબજ મજા પડી છે. ધાર્યું હતુ તેના કરતા રાજકોટ ઘણું મોટુ શહેર છે. રારા જવેલર્સની જવેલરી મને ખૂબ જ પસંદ પડી છે. જવેલરીમાં મને હેવી અને ટેમ્પલ જવેલરી ખૂબજ પસંદ પડે છે. કારણ કે તે હેવીલુક આપે છે. આ સાથે વધુમાં વાત કરતા તેમણે કહ્યું હતુ કે નવરાત્રીનાં પ્રથમ નોરતે ખૂબજ દરેક ગુજરાતવાસીઓને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ ઉપરાંત અબતકના દર્શકોને પણ મારી શુભેચ્છાઓ છે. તેમના આગળના પ્રોજેકટ વિશે વાત કરતા તેમણે કહ્યુંં હતુ કે આ વર્ષના અંતમાં એક ફિલ્મનું શુટીંગ થવાનું છે અને બે વેબ સીરીઝ માટે વાત ચાલુ છે.