વર્ષ ૨૦૧૬-૧૭ નું કઠોળનું ૨૨.૯૫ મીલીયન ટન રેકોર્ડ બેંક ઉત્પાદન કઠોળની નિકાસ પર ના અંકુશ દુર થતાં ખેડુતોને મોટી રાહત
ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાથી લગભગ પપ ટકા કરતા વધુ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. તો કઠોળના ઉત્૫ાદનમાં ભારત દેશ પ્રથમ ક્રમે આવે છે. ત્યારે આ વર્ષે કઠોળનું બહોળા પ્રમાણમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે. જે ૨૨.૯૫ મીલીયન ટન નોંધાયું છે. તો હજુ ૧.૮ મીલીયન ટન બફર સ્ટોક રહેતા સરકારે કઠોળની નિકાસ પરના અંકુશો દુર કર્યા છે. જેથી ખેડુતોને મોટી રાહત મળી છે.
કઠોળની તમામ ચીજ વસ્તુઓ પર નિકાસના દ્વાર સરકારે ખોલ્યા છે. જેનું મોટાપાયે વળતર ખેડુતોને પ્રાપ્ત થશે. વાર્ષિક ડોમેસ્ટિક ડીમાન્ડ ર૫ મીલીયન ટનની આસપાસ રહે છે. ધી કેબીનેટ કમીટી ઓન ઇકોનોમીક એફર્સ (સીસીઇએ) એ કહ્યું છે કે આ વર્ષે કઠોળનું રેકોર્ડ બેંક ઉત્૫ાદન નોંધાયું છે. જેથી કઠોળની નિકાસ પર રહેલા તમામ અંકુશો દુર કરવા સીસીઇએ મંજુરી આપી દીધી છે. જેથી હવે ખેડુતોને તેમના કઠોળ ઉત્૫ાદનના સારા એવા ભાવ મળી રહેશે.
જણાવી દઇએ કે, સરકારે બે દિવસ પહેલા જ મગ દાળ, તુવેર દાળ, અડદની દાળ વગેરેની નિકાસ પરની પાબંધી હટાવી દીધી છે. જો કે આ દાળોના નિકાસ માટે એગ્રીકલ્ચર એકસપોર્ટ પ્રીમોશન બોડી એપીઇડીએ પાસેથી મંજુરી લેવી આવશ્યક ગણાવી હતી. આઇટી અને લો મંત્રાલયના મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કઠોળની નિકાસ પરની લગામ દુર થતા ખેડુતો તેમની પ્રોડકટોને વિદેશોમાં મોકલશે અને આ દ્વારા તેમને ફાયદો તો થશે જ પણ આ સાથે તેઓ વધુ ઉત્પાદન કરવા પ્રેરિત પણ થશે.
અગાઉ કઠોળની નિકાસ અમુક માત્રામાં જ કરવાની છુટ હતી. જો કે આ પ્રકારના અંકુશો સરકારે હટાવતા નિકાસના સુવર્ણ દ્વાર ખુલ્યા છે સરકારે કહ્યું છે કે હજુ બહોળા પ્રમાણમાં કઠોળનું ઉત્પાદન થાય તે માટે પગલાઓ ભરવામાં આવશે. ઇન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેઇન્સ એસોસીએશનના ચેરમેન પ્રવિણ દોગરેે કહ્યું હતું કે, આ પગલાંથી ખેડુતોની ખેતી પઘ્ઘ્તિમાં પણ નવીનતમ સુધારાઓ આવશે. અને આ ક્ષેત્રમાં મોટાપાયે રોકાણો થશે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે સરકારે ૨૨.૯૦ મીલીયન ટન કઠોળનું ઉત્૫ાદન કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે.