સિવિલ હોસ્પિટલમાં શહેર તેમજ રાજકોટ જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના ઘણા શહેરો અને ગામોમાંથી દર્દીઓનો અવર-જવર હોય છે તે દરમ્યાન વરસાદી વાતાવરણના કારણસર રોગચાળો તેમજ એકસીડેન્ટના બનાવોના કારણોસર સિવિલમાં સારવાર દર્દીઓનો પ્રવેશ હોવાથી અને હોસ્પિટલમાં માત્ર બે જ ગેઈટ હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમાં પણ હાલમાં સિક્યુરીટી એજન્સી દ્વારા એક સાઈડનો પ્રવેશ બંધ કરવાથી દર્દીઓને અને દર્દીઓના સગાઓને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. જેને કારણે જવાબદારી અધિકારીઓની પરવાનગી લીધા વગર પોતાની મનસુફી એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે.
તાજેતરમાં રાજકોટના ધારાસભ્ય તેમજ બીજા દિવસે રાજકોટના મેયર પણ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તેમના બે દિવસ બાદ આ એજન્સીએ પોતાની મનસુફી ચલાવેલ છે તે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટની પરવાનગી છે કે રાજકોટ જિલ્લા કલેકટરની પરવાનગી છે કે પછી રાજકોટ શહેરના નેતાઓની મીઠી નજર છે તે સ્પષ્ટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળે છે. અગાઉ પણ સિવિલ હોસ્પિટલના બે ગેઈટ બંધ કરી દેવામાં આવેલ છે અને હાલમાં બે ગેઈટી કામ ચલાવવામાં આવે છે.
આ સમસ્યાનો હાલ વહેલી તકે કરવામાં નહીં આવે તેવી રાજકોટ જિલ્લા કલેકટર, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તેમજ સિવિલ સુપ્રિન્ટેન્ડેટને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સિવિલ હોસ્પિટલમાં જે સ્ટાફને અંદર ફરજ બજાવવાની હોય છે તેની જગ્યાએ સ્ટાફનો અન્ય જગ્યાએ ઉપયોગ કરીને અન્ય જગ્યાઓ વધારે પડતી ખાલી પડતર જાણવા મળેલ છે. સિક્યુરીટી ગાર્ડ દ્વારા દર્દીઓ અને દર્દીઓના સગાઓ સાથે મનસુખી જેવું વલણ કરીને લોકોને ખોટી રીતે હેરાન અને પરેશાન કરવામાં આવે છે વગેરે બાબતોએ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મનિષાબા વાળાએ જણાવેલ છે.