ઉપલેટામાં છેલ્લા દિવસોમાં ઓકિસજનના અભાવે સરકારી કોવિડ સેન્ટરનો પ્રારંભ કરવામાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. પણ પાલીકા પ્રમુખના પ્રયાસોથી ગઈકાલે 100 બેડ સાથે કોવિડ સેન્ટરનો સાંસદના હસ્તે પ્રારંભ થયો હતો. શહેરમાં નવી કોલેજ બિલ્ડીંગમાં સરકારી કોરોના કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતુ પણ હાલ ઓકિસજન મહામારીને કારણે છેલ્લા સમય થયા કોવિડ સેન્ટર પ્રારંભ થઈ શકતુ નહોતું આ અંગે નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાએ સાંસદ રમેશભાઈ ધડુક અને ભામાષા જીવાભાઈ સોલંકીને વાત કતા રમેશભાઈ દ્વારા 10 બોટલ અને જીવાબાપા તરફથી 30 બોટલ ઓકિસજનની કોરોના સેન્ટરને ફાળવતા ગઈકાલે સાંસદ રમેશભાઈ ધડુક, પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે સાંસદ રમેશભાઈ ધડુકે જણાવેલ કે આ કોરોના સેન્ટરમાં હાલમાં જે ઓકિસજનની મહામારીને કારણે અછતને નહી આવવા દઉ અને આવનારા દિવસોમાં ઓકિસજનની બોટલની જરૂર પડે તો હુ આપવા તૈયાર છું જયારે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાએ જણાવેલકે આ સરકારી કોરોના કેર સેન્ટરમાં સરકાર તરફથી મેડીકલ સ્ટાફ, ડોકટર, દવા જેવી સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે. આગામી દિવસોમાં વધુ ડોકટરો તથા સ્ટાફ પણ વધુ વ્યવસ્થા કરવામાં આવશે આ તકે પાલિકા પ્રમુખ મયુરભાઈ સુવાએ આ કોરોના કેર સેન્ટરમાં મદદ થનાર તમામનો આભાર માનેલ હતો.

આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, પ્લાસ્ટીક એસો. પ્રમુખ રવીભાઈ માકડીયા, વડચોક ગૌ સેવા સમાજના વિપુલભાઈ માકડીયા, જયેશભાઈ ત્રિવેદી, હરસુખભાઈ સોજીત્રા, મામલતદાર મહાવદીયા પરાગભાઈ શાહ સેવાભાવી હકુભા વાળા રમેશભાઈ પાનેરા સહિત સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.