કલેકટર સલોની રાય અને એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરી જાહેરાત: માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજીયાત
આજરોજ થી દીવમાં વેન્ડીંગ ઝોનમાં ખાણીપીણીની લારીઓ ને પણ ચાલુ કરવા માટે દીવ જિલ્લા કલેક્ટરે પરવાનગી આપવામાં આવી છે.
દીવ જિલ્લા કલેકટર સલોની રાય ફિશ તેમજ દીવ એસપી હરેશ્વર વિશ્વનાથન સ્વામી એ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર કરી કહ્યું હતું કે ૨૦ એપ્રિલથી દીવમાં નાસ્તાની લારીઓને પ્રશાસનનાં નિયમો સાથે ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવશે.
જેની અંદર દીવમાં બંદરચોક અને ફિશ માર્કેટ વણાકબારા અને નાગવા મા નક્કી કરેલા એરિયામા આ છૂટ છાટ આપવામાં આવી છે. આ સાથે દીવ કલેક્ટરે જણાવ્યું હતું કે માછીમારી તેમજ ખેતી કાર્યો માટે પહેલેથી જ છૂટ આપવામાં આવી છે. પરંતુ આ સાથે ખાસ વાત જણાવી હતી કે દીવની બંને ચેકપોસ્ટ રહેશે દીવ માંથી કોઈ ને બારે એ બહારની કોઈ વ્યક્તિને દિવસની અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.
આ પત્રકાર પરિષદમાં દીવના કલેકટરે કોરોનાવાયરસ હા મારી સામે લોકોને જાગૃત રહેવા જણાવ્યું હતું. માસ્ક પહેરવા સેનિટાઇઝર નો ઉપયોગ કરવો અંતર જળવાઈ રહે આ બધી બાબતોનું ચુસ્તતા પૂર્વક પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
નોંધનીય બાબત એ છે કે દીવમાં અત્યાર સુધી કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ એ વાત પર ખાસ ભાર મૂક્યો હતો કે કોરોના નો ખતરો હજી ઓછો થયો નથી એટલે લોકડાઉનના દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
અને જિલ્લામાં ઔદ્યોગિક ગતિવિધિ પણ ખૂબ જ ઓછી હોવાથી મુખ્ય આધાર ફિશિંગ ફાર્મિંગ અને અન્ય છૂટક ધંધા ઉપર રહેલો છે તેથી દીવમાં ઝોનમાં લારી ગલ્લા ઉપર ખાવાનો સામાન વેચનારા ફેરિયાઓના આપેલી પરવાનગી રોજનું કમાઇને ખાવામાં ખાનાર વ્યક્તિ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.