શહેરમાં નિયમોનું ચુસ્ત પાલન નહિ કરાવાઇ તો સ્થિતિ બગડશે: કડક હાથે કાર્યવાહી કરવા લોકોની માંગ

પોરબંદરમાં કોરોના નિયંત્રણમાં છે તેવી વાતો વહીવટીતંત્ર દ્વારા થઈ રહી છે. જો કે બીજી તરફ પોરબંદરની રવિવારી બજારમાં ખૂલ્લેઆમ ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્રાો છે ત્યારે શું આ વાત વહીવટીતંત્રથી અજાણી છે ? તેવા સવાલો શહેરીજનો ઉઠાવી રહ્રાા છે.

પોરબંદર જિલ્લામાં હાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૮૦૦ ને પાર કરી ચૂકી છે. જો કે અન્ય જિલ્લાઓની સરખામણીએ પોરબંદરમાં કોરોનાની પરિસ્થિતિ ઘણી નિયંત્રણમાં કહી શકાય તેવી છે. હાલમાં જ પોરબંદરના જિલ્લા કલેકટરે એક  ઈન્ટરવ્યુમાં એવું જણાવ્યું છે કે પોરબંદરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. સમગ્ર બજારમાં માસ્ક અને સામાહિક અંતર સહીતના નિયમો જળવાઈ રહે તેની તકેદારી પણ વહીવટીતંત્ર લઈ રહ્રાું છે. માધવપુરમાં ભાઈબીજનું સ્નાન પણ કેન્સલ કરાવવામાં આવ્યું છે. જો કે કલેકટરે ત્યાં સુધી કહી દીધું છે કે હાલ ચિન્તાની પરિસ્થિતિ નથી.

જિલ્લા કલેકટર દ્વારા ગાઈડલાઈનનો ભંગ ન થાય તેની પૂરી તકેદારી રખાતી હોવાની વાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ  પોરબંદરના વાડીપ્લોટમાં ભરાયેલી રવિવારી  બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનું કોઈપણ પ્રકારનું પાલન કરવામાં આવતું નથી. માધવપુરના ભાઈબીજના સ્નાન કરતા પણ વધારે સંખ્યામાં લોકો આ બજારમાં દેખાય છે, જેમાં કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યો નથી. પોરબંદરના મુખ્ય વિસ્તારોમાંનો એક વિસ્તાર ગણાતા વાડીપ્લોટ વિસ્તારમાં ખૂલ્લેઆમ રવિવારી બજાર ભરાય છે અને ત્યાં કોઈપણ જાતની સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. ત્યારે શું આ વાતથી જિલ્લા કલેકટર અને વહીવટીતંત્ર અજાણ્યું છે ? કે પછી પૂરી તકેદારી લેવાતી હોવાની વાતો માત્ર કાગળ પરની વાતો છે ? તેવા  અનેક સવાલો વાડીપ્લોટ વિસ્તારના લોકો ઉઠાવી રહ્રાા છે અને સવાલોની સાથે એવું પણ જણાવી રહ્રાા છે કે પોરબંદરની પરિસ્થિતિ કદાચ હાલ નિયંત્રણમાં પણ હોય પરંતુ આવી રીતે જ શહેરભરમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતો રહેશે તો અન્ય શહેરોની જેમ પોરબંદરમાં પણ કોરોના વકરી શકે છે ત્યારે વહીવટીતંત્રએ માત્ર વાતોને બદલે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માંગ કરી રહ્રાા છે.. તો બીજી તરફ પોરબંદર શહેરમાં ભરાતી રવિવારી બજારના કારણે ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે. જેને લઈને સ્થાનિકોની મુશ્કેલી વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.