વિદ્યાર્થીએ માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન લર્નિંગ કે ડિસ્ટન્સ લર્નિંગમાં અભ્યાસ કર્યો હશે તો તેની ડીગ્રી પણ યુનિવર્સિટી સંચાલિત કોલેજની સમકક્ષ ગણવામાં આવશે
દેશમાં ઉચ્ચ શિક્ષણ અંગે માન્યતા અને નિયમો બનાવતી યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમીશન દ્વારા આજે એક મહત્વનો નિર્યણ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અનુસાર કોઈપણ વિદ્યાર્થીએ માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન લર્નિંગ કે ડિસ્ટન્સ લર્નિંગમાં અભ્યાસ કર્યો હશે તો તેની ડીગ્રી પણ યુનિવર્સીટી સંચાલિત કોલેજની સમકક્ષ ગણવામાં આવશે.
આ અંગે યુજીસી સેક્રેટરી રજનીશ જૈને જણાવ્યું હતું કે વર્ષ 2014ના યુજીસી જાહેરનામાં અનુસાર જો કોઈએ ડિસ્ટન્સ લર્નિંગ કે ઓનલાઈન કોર્સ થકી માન્ય શૈક્ષણિક સંસ્થા પાસેથી ડીગ્રી કે પોસ્ટ ગ્રેજયુએશન ડીપ્લોમાં મેળવ્યો હશે તો તે પરંપરાગત શિક્ષણથી મેળવેલી ડીગ્રી સાથે સમકક્ષ ગણવામાં આવશે.
તાજેતરમાં, કમિશને વધુ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા અને ઓનલાઈન અભ્યાસક્રમોમાં તેમનો પ્રવેશ વધારવા માટે યુજીસી ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ્સ રેગ્યુલેશન 2020 માં ફેરફારો કર્યા હતા. વિદેશ મંત્રાલયને જાણવા મળ્યું કે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાબંધ અરજીઓ તેમના પાસપોર્ટની મુદત પૂરી થવાને કારણે અથવા પાસપોર્ટ જમા ન કરાવવાને કારણે નકારી કાઢવામાં આવી છે તે પછી આ ફેરફાર કરવામાં આવ્યો છે. એપ્રિલમાં, યુજીસીએ