સૌરાષ્ટ્રભરમાં આજથી મંદિરોના કપાટ ખુલતા ભાવિકોમાં હરખની હેલી છવાઈ ગઈ છે.
સૌરાષ્ટ્રમાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનકો જેવા કે સોમનાથ, દ્રારકા, સાળંગપુર, તુલસીશ્યામ, ખોડલધામ, ચોટીલા, ઘેલા સોમનાથ, સીદસર આજથી ભાવિકો માટે ખુલ્લા મુકાતા સવારથી જ ભાવિકોનો પ્રવાહ મંદિરોમાં પહોંચ્યો હતો. ભાવિકોએ આસ્થાભેર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ, દ્રારકા, સાળંગપુર, તુલસીશ્યામ, ખોડલધામ, ચોટીલા, ઘેલા સોમનાથ, સીદસર સહિતના ધાર્મિક સ્થાનકો ખુલ્લા મુકાયા
હવે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ ઘટતાં આજથી મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાયા છે. જેમાં સોમનાથ, દ્રારકા, સાળંગપુર, તુલસીશ્યામ, ખોડલધામ, ચોટીલા, ઘેલા સોમનાથ, સીદસર તેમજ માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર,ભાવનગરનું ખોડીયાર મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિરનો સમાવેશ થાય છે.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દ્વાર પણ ભાવિકો માટે ખોલવામાં આવ્યું છે. મંદિર સંચાલકો અને ટ્રસ્ટે નવી ગાઈડલાઈન સાથે અને કોરોના નિયમો પ્રમાણે દ્વારા ખુલ્લા મુકવાનો નિર્ણય કર્યો છે.
મંદિરનો સમય સવારે 7.30 થી રાત્રિના 8 વાગ્યા સુધી રહેશે તેમજ તમામ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઇડ લાઇનનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે જોકે મંદિર પરિસરમાં સવાર, બપોર, સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. મંદિરમાં દર્શન માટે ભાવિકોએ ઓન લાઇન કે ઓફ લાઇન પાસ મેળવવા રહેશે.