છેલ્લા ઘણા સમયથી મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક વેળાએ પ્રેક્ષક ગેલેરી બંધ રાખવામાં આવે છે. વિરોધ પક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને રજૂઆત કરી હતી અને સભાગૃહની પ્રેક્ષક ગેલેરી લોકો માટે ખુલ્લી મુકવા માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રેક્ષક ગેલેરી બંધ રાખવી જનતાને અન્યાય કરતા અને લોકશાહીને ગળાટૂંકા સમાન છે. આ નિર્ણયથી ભાજપની સરમુખત્યારશાહી માનસીકતા છતી થાય છે. બોર્ડમાં સામાન્ય રીતે લોકોને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા થતી હોય છે ત્યારે લોકો પણ આ તંદુરસ્ત ચર્ચામાં સામેલ થઈ શકે તે માટે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવી જોઈએ. જો વિપક્ષની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામાન્ય લોકોને ન્યાય અપાવવા કોંગ્રેસ પોતાની લડત ચાલુ જ રાખશે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી