સિઝન્સ કલબ દ્વારા યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં ફાઈનલ માટે આખરી ૨૦ સ્પર્ધકોની પસંદગી કરાય
આધુનિકરણના રંગે રંગાયેલી વર્તમાન યુવા પેઢી ગુજરાતી સુગમ સંગીતને વિસરતા જાય છે ત્યારે ગુજરાતી ગીત, ગઝલ અને સુગમ સંગીતને જીવંત રાખવા સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટે કમરકસી છે. જેના ભાગરૂપે વોરા વેલ્ફેર ફાઉન્ડેશન ફૂલછાબ તથા ‘અબતક’ ચેનલના સહયોગથી ઓપન સૌરાષ્ટ્ર ગીત, ગઝલ અને સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો સેમી ફાઈનલ રાઉન્ડ ગઈકાલે શહેરના રેસકોર્ષમાં આવેલા બાલભવન ખાતે યોજાયો હતો. જેમાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ફાઈનલ માટે ૨૦ સ્પર્ધકો પસંદ કરવામાં આવ્યા હતા.
જે સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી છે તેમાં ચિલ્ડ્રન્સ કેટેગરીમાં શ્રધ્ધા મારુ, કાંદમ્બરી ઉપાધ્યાય, પ્રિયંકા વાજા અને શૈલી તન્નાની પસંદગી કરવામાં આવી છે. સ્પેશ્યલ ડીસઓબલ કેટેગરીમાં ધારાબેન જાડેજા, જગદીશભાઈ મકવાણા, ફીમેલ કેટેગરીમાં રીટાબેન ચૌહાણ, તૃપ્તીબેન તન્ના, નકસીબેન જોષી, નિશાબેન દવે, વિણાબેન ભરડવા, રીનાબેન ગોહેલ અને કોમલબેન પુરોહિતની પસંદગી કરવામાં આવી છે. જયારે મેલ કેટેગરીમાં ભરતભાઈ પરમાર, ધવલભાઈ પરમાર, ભાવેશભાઈ ત્રિવેદી, ચિંતનભાઈ દોશી, પિયુષકુમાર જોગડીયા, ભરતભાઈ ડોડીયા અને મેહુલભાઈ જોષીની પસંદગી કરવામાં આવી છે. આ ફાઈનલીસ્ટો વચ્ચે આગામી તા.૫ને બુધવારે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ફાઈનલ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં સ્પર્ધક તરીકે ઉપસ્થિત જાણીતા સંગીતકાર સ્કવેર ચેરીટેબલ ભુપેન્દ્રભાઈ વસાવડાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિઝન ચેરીટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપુ છું કે ગુજરાતી સંગીત જયારે ભુલાય રહ્યું છે ત્યારે આ લોકો આવી એક્ટિવીટીને ઓપન સૌરાષ્ટ્ર કક્ષાએ યોજી રહ્યાં છે રાજકોટ પુરતી સીમીત હોય તો બરાબર છે પણ ઓપન સૌરાષ્ટ્રની આટલી બધી જવાબદારી માથે લઈ અને એ લોકો કયાં કયાં આપણે તેમની સ્ક્રીપ્ટ વાંચી તો ખ્યાલ આવે છે કે જામખંભાળીયા, કોડીનાર, દીવ આવા અનેક શહેરોમાંથી અને અત્યારની યંગ જનરેશન છે તે ગુજરાતીમાં એટલો રસ લે છે એ બહુ મોટી વાત છે. આ લોકો વર્ષે કદાચ એક આયોજન કરતા હશે પરંતુ ૧૨ મહિનાથી ૧૨ કોમ્પીટીશન યોજો.
ગુજરાતી સંગીત ગુજરાતી ગીતો, સાહિત્યને જેમ બને એટલું આગળ લાવવાની કોશિષ કરવામાં આવે. આ યંગ જનરેશન પછીની જે જનરેશન છે એ લોકો સાવ ગુજરાતી ભુલી ગયા હશે કારણ કે તે અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય છે જેથી એને ગુજરાતી લખતા પણ ન આવડુ તો વાંચતા કયાંથી આવડે તો જુઓ લોકો હું આ સંસ્થાને પગલે ને પગલે આશિર્વાદ આપુ છું અને આવીને આવી બીજુ સંસ્થાઓ પણ જાગૃત થાય તો આવી જ કોમ્પીટીશન યોજે અને આપણા ગુજરાતી જે સાવ ભુલાય ગયું છે આ એક માધ્યમ છે. બાકી તો દરેકના અલગ અલગ વિચારો હોય છે. જેમ ફિલ્મી સંગીતનું કોમ્પીટીશન થાય છે એવી જ રીતે ગુજરાતી ગીતોની કોમ્પીટીશન યોજો. પણ ગુજરાતીને આગળ આવવાનો સિઝનલ સ્કવેરનો પ્રયાસ છે. આ બધાને શ્રોતાજનોએ અપીલ કરી કે આવી સંસ્થાને ખુબ પ્રમોટ કરે તેમ ભુપેન્દ્રભાઈએ અંતમાં જણાવ્યું હતું.
આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો દિવ્યા ભગદેવે જણાવ્યું હતું કે, સિઝન્સ કલબ અને ફૂલછાબ દ્વારા દર વર્ષે ખૂબ સારી સારી પ્રતિયોગીતાઓ યોજે છે. આની પહેલા ફિલ્મી પ્રતિયોગીતા હતી તો ત્યારે પણ ભાગ લીધેલો અને સુગમ એટલે ઘણુ અગમ કહેવાય પણ છતાં આ વખતે સુગમમાં ભાગ લેવું જ છે કે ભલે ગુજરાતીઓ ઓછા સાંભળતા હોય એ ફિલ્મી ગીતો ઘણા વર્ષોથી ગાઈ છે. પણ ગુજરાતી ગાવુ ઘણુ અઘરું અને આપણી માતૃભાષામાં ખરેખર ખૂબ જ સરસ ઉંડાણ છે એના શબ્દો જે ગીતો બનાવ્યા છે. કવિઓઅ, લેખકોએ ખરેખર માણવા જેવા છે અને એના ઉંડાણમાં ઉતરીને બે-ચાર ગીતો તૈયાર કર્યા છે. ભલે સિલેકટ થાય કે ન થાય પણ આજે એ બહાને માતૃભાષાના ગીતો તૈયાર કરી શકીએ. એની આનંદની લાગણી થાય છે કે કોઈ પણ જાતની ફિ વગર સરસ આયોજન અને નાસ્તો, ચા, બેઠક વ્યવસ્થા હોવાની સિઝન કલબની આભારી છું. અન્ય એક સ્પર્ધક પ્રિયંકા વાજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે જૂનાગઢથી આવે છે અને આ કોમ્પીટીશનમાં ‘રાધાની લટ’નું પર્ફોમન્સ કર્યું છે અને ખૂબ જ આનંદ આવ્યો હતો તેમને છ મહિના જૂનાગઢના માધવ સાંગાણી પાસેથી ટ્રેનિંગ લીધેલી છે. એકસપીરીઅન્સ પણ ખૂબ જ સારો છે.