સમ્રાટ પરિવાર બગસરા દ્વારા સ્વ. એહમદભાઇ ઓઠા અને સ્વ. અબ્દુલભાઇ કાયાતરના સ્મરપાર્થે ઓપન સૌરાષ્ટ્ર શુટીંગ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું હતું. મેધાણી હાઇસ્કુલના મેદાનમાં રમાડવામાં આવેલ આ શુટીંગ વોલીબોલની ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારની કુલ બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. રાત્રિના જમણવાર પછી ૯.૩૦ કલાકે શ્રી હેમભાઇ શેખવા, બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેષભાઇ ડોડીયા, બગસરા ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના સદસ્ય એ.વી. રીબડીય, રામભાઇ જીવાણી વગેરેના હસ્તે દીપ પ્રાગટય કરીને શરુ થયેલી રમત રાતભર રોમાંચક રહેલી. રમતના અંતે બત્રીસ ટીમોમાંથી એફ.એમ.વેરાવળ અને બુઘ્ધદેવ ભાવનગર વચ્ચે ફાઇનલ મેચ રમાયેલી તેમાં ર-૧ સેટથી એફ.એમ. વેરાવળની ટીમે વિજેતા થયેલી. રમતની પુર્ણાહુતિના સન્માન સમારંભમાં બન્ને ટીમ અને તેના શ્રેષ્ઠ નેટી તથા શ્રેષ્ઠ શુટરને મેડલ અને રોકડ પુરસ્કાર મેધાણી હાઇસ્કુલના પૂર્વ આચાર્ય હેમુભાઇ શીખવા, બગસરા નગરપાલિકાના વર્તમાન ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા, રામભાઇ જીવાણી, નિવૃત અઘ્યાપક નાનાલાલ, ધાણક કોલેજના ડો. હરી વાળા, મેધાણી હાઇસ્કુલના ઇન્ચાર્જ આચાર્ય, રામસિંહ પરમાર, તેમજ મેરામણભાઇ ડોડીયા દ્વારા એનાયત કરવામાં આવેલ આ આખી ટુર્નામેન્ટ સમ્રાટ વોલીબોલ ટીમ પરિવાર બગસરા નગરપાલિકા, મેધાણી હાઇસ્કુલના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થઇ હતી.
Trending
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો