રાજવી પ્રદયુમનસિંહજીની સ્મૃતિમાં દર વર્ષે શહેરનાં જીમખાના કલબના ઉપક્રમે યોજાતી ઓન સૌરાષ્ટ–કચ્છ ટેનીસ ટુર્નામેન્ટનો ગત ગુરુવારના દિવસે દબદબાભેર પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં ઓપન સીગલમાં તથા ઓપન ડબલ્સ વેટરન ડબલ્સમાં ૧૦૦ ખેલાડીઓ ભાગ લઇ રહયા છે.
તેમજ જીમખાના કલબના ઉપકમે મહારાણી નરેન્દ્રકુંવરીબા ઓપન સૌરાષ્ટ્ર અને કચ્છ જુનીયર ચેમ્પીયનશીપ ટ્રોફી અંડર ૧૨, ૧૪ અને ૧૮ બોયઝ અને ગર્લ્સના કુલ ૧૦૦ જુનીયર ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. દર વર્ષની જેમઆ વર્ષે પણ ખેલાડીઓના પ્રવેશનો પ્રવાહ સતત વધતો જ રહ્યો છે. તેમજ રાજકોટ જીમખાના કલબના ઉપક્રમે બાબુભાઇ વોરા વેટરન ડબલ્સ સૌરાષ્ટ્ર અને કચ્છ ટુર્નામેનટમાં કુલ ૧ર જોડ ભાગ લઇ રહ્યા છે.
આ ટેનીસ ટુર્નામેનટનું ઉદધાટન માંધાતાસિંહજી જાડેજા, વસંતભાઇ વોરા, ડો. દસ્તુર તથા હરિચંન્દ્રસિંહજી જાડેજાએ કરેલ છે.બીલીયર્ડ અને સ્નુકર ટુર્નામન્ટનું ઉદધાટન માંધાતાસિંહજી જાડેજા, દોલતભાઇ લાલચંદાણી તેમજ વસંતલાલ વોરાએ કર્યુ હતું.
આ ટેનીસ બીલીયર્ડ ટુર્નામેન્ટને સફળ બનાવવા રાજુભાઇ વ્યાસ, જે.પી.બારડ, અજય પાટીલ, ભરત અમલાણી, વિશાલ નથવાણી, પ્રકાશભાઇ બક્ષી, કુલદીપ જોશી, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.