એ . જી . ઓફીસ રાજકોટના સીનીયર ફુટબોલ ખેલાડીઓ તથા ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશન રાજકોટ દ્વારા સ્વ . પીટર જેક તથા સ્વ . દિનેશ ગોસાઈ મેમોરીયલ ઓપન સૌરાષ્ટ્ર ફુટબોલ ટુર્નામેન્ટ તા,.3 થી તા.7  દરમ્યાન રેલ્વે લોકો કોલોની ફુટબોલ ગ્રાઉન્ડ , રાજકોટ ખાતે રમાયેલ . આ ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ તા.7 શુક્રવારના રોજ બપોરના 3.30 કલાકે એ.જી. ઓફીસ રાજકોટ તથા મારવાડી યુનિવર્સિટી વચ્ચે રમાયેલ , જેમાં મારવાડી યુનિવર્સિટીનો એ.જી. ઓફીસ સામે 4-0 ગોલથી વિજય થયેલ. આ ટુર્નામેન્ટનું ઈનામ વિતરણ સ્વ . પીટર જેક તથા સ્વ . દિનેશ ગોસાઈના ફેમીલી મેમ્બર્સ ,  બિરેન પરમાર સર (પ્રિન્સીપાલ એકાઉન્ટન્ટ જનરલ) , સાજી થોમસ સર (સિનીયર ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ) , સુનીલ પારેખ સર (વેલ્ફેર ઓફીસર) , ડો . પુરૂષોત્તમભાઈ પીપળીયા (સીઈઓ) , ગુણવંતભાઈ ડેલાવાળા (પ્રમુખ), બી . કે . જાડેજા ,  અરૂણ ગોસ્વામી ,  રાજેશ પટેલ (સ્પોર્ટસ હેડ) ,  નિલેશ અડવાણી ( ઈન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ ડાયરેકટર ) મારવાડી કોલેજ દ્વારા કરવામાં આવેલ.

Screenshot 5 3

Screenshot 6 2

આ ટુર્નામેન્ટમાં  બેસ્ટ ગોલકિપર મોસીસ,મારવાડી કોલેજ, બેસ્ટ મીડ ફિલ્ડર સીલ્વેસ્ટર, મારવાડી કોલજ, બેસ્ટ ડિફેન્ડર અક્ષય પટેલ, એ.જી.ઓફીસ, બેસ્ટ ફોરવર્ડ શશાંક એ.જી. ઓફીસ.સમાપન સમારોહનું સફળ સંચાલન અમૃતલાલ બૌરાસી દ્વારા  કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટનું સફળ સંચાલન રોહીત બુંદેલા દ્વારા કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે એ.જી.ઓફીસના ફૂટબોલ ખેલાડીઓ, ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસો.રાજકોટના હોદેદારો, એ.જી. ઓફીસ રીક્રિએશન કલબના હોદેદારો તથા આર.ડી.એસ.એ.રેલવેના હોદેદારો વગેરેસભ્યોએ જહેમત ઉઠાવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.