ડાયનેમિક ચેસ એકેડેમી આયોજીત ચેસ ટુર્નામેન્ટ ત્રણ કેટેગરીમાં યોજાશે: આયોજકો ‘અબતક’ની મુલાકાતે
ડાયનેમીક ચેસ એકેડેમી દ્વારા ફકત બાળકો માટે જ કુલ ત્રણ કેટેગરીમાં ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્નામેન્ટનું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. જે આગામી તા.૨૯ને રવિવારના રોજ સવારના ૮:૦૦ કલાકે, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ-કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેની વિગત આપતા એકેડમીના હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
બાળકોમાં સર્વાંગી વિકાસ અને પારસ્પરીક ભાઈચારાની લાગણી જન્મે અને વેકેશનમાં પણ બાળકોને ચેસ ટુર્નામેન્ટ રમવાનો લ્હાવો મળે તેવા શુભ હેતુથી આ ચેસ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહેલ છે. આ ટુર્નામેન્ટ અન્ડર-૯, અન્ડર-૧૩ અને અન્ડર-૧૭ એમ કુલ ત્રણ કેટેગરીમાં રમાડવામાં આવશે. જે સ્વીસ લીગ પઘ્ધતિથી રમાડવામાં આવશે. દરેક કેટેગરીમાં પ્રથમ ૧ થી ૧૦ નંબરે આવેલ ખેલાડીઓને આકર્ષક શિલ્ડ તેમજ અન્ડર-૧૩ અને અન્ડર-૧૭માં રમેલ લેડીઝમાં પ્રથમ ૧ થી ૩ નંબરે આવેલ ખેલાડીને પણ શિલ્ડ આપી નવાજવામાં આવશે. ભાગ લેનાર દરેક ખેલાડીઓને સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. તેમજ રવિવારે બપોરના લંચની વ્યવસ્થા આયોજક દ્વારા કરવામાં આવેલ છે.
એન્ટ્રીફોર્મ ભરીને તા.૨૭ સુધીમાં સોમવારથી શુક્રવાર સાંજે ૪ થી ૭ કલાક દરમ્યાન જમા કરાવવાનું રહેશે. જેનું એડ્રેસ- ડાયનેમીક ચેસ એકેડેમી, શારદા નિવાસ-૩, સમર્પણ સોસાયટી, ન્યુએરા સ્કૂલ પાસે, રૈયા રોડ, રાજકોટ છે. વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા મો.નં.૯૯૨૫૨ ૪૮૨૫૧, જય ડોડિયા-વોટસએપ નં.૯૨૭૬૮ ૩૫૧૧૪, હર્ષદભાઈ ડોડિયા મો.નં.૯૮૭૯૬ ૯૪૯૩૬, હાર્દિક પંડયા મો.નં.૯૯૭૪૮ ૧૪૯૭૮, મિતેષભાઈ મો.નં.૯૧૭૩૬ ૦૧૮૯૦ તથા મનિષ પરમાર મો.નં.૯૮૨૫૧ ૧૨૨૨૯ નો સંપર્ક સાધવો. ભાગ લેનાર દરેક ખેલાડીઓએ પોતાનો ચેસ સેટ ફરજીયાત તથા ચેસ કલોક હોય તો સાથે લાવવાની રહેશે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ડાયનેમિક ચેસ એકેડેમીના મનીષ પરમાર, કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઈ ડોડિયા, મિતેષભાઈ બોરખેતરીયા, પરિનભાઈ પટેલ, ચેતનભાઈકામદાર, પિયુષભાઈ જેઠવા, વિપુલભાઈ મકવાણા, હાર્દિકભાઈ પંડયા, નિમિષભાઈ પરિખ તથા ધવલભાઈ સતત જહેમત ઉઠાવી રહેલ છે. આ ટુર્નામેન્ટના ચીફ આર્બિટર તરીકે જેણે ધણી રેટીંગ ટુર્નામેન્ટો કરેલ છે તેવા યુવા આર્બિટર-જય ડોડિયા સેવા પ્રદાન કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com