સ્પર્ધામાં 55 કિલોમાં જોગીયા ધ્રુવ, 60 કિલોમાં જતિન શર્મા 65 કિલોમાં જુબેર સમેજા, 70 કિલોમાં લાખાણી વાશીમ,  75  કિલોમાં કૃણાલ માવા, 80 કિલોમાં રજાક મોરી વિજેતા બન્યા

 

અબતક,રાજકોટ

નિધિ સ્કૂલ – રાજકોટ અને નેક્ષસ ફીટનેશ જીમ – રાજકોટ દ્રારા આયોજિત તેમજ આર.કે. બિલ્ડર્સ અને ટીઈ ફીટનેશ સ્પોર્ટ્સના સહયોગથી ઓપન સૌરાષ્ટ્ર બોડીબિલ્ડીંગ ચેમ્પિયનશીપ સૌરાષ્ટ્ર શ્રી -2022 નું આયોજન બાલભવન ઓપન થીયેટર રેસકોર્ષ રીંગરોડ ખાતે તા .26 12 2021 રવિવારના રોજ કરવામાં આવેલ હતું

આ સ્પર્ધામાં 55 કિલોમાં જોગીયા ધૃવ , 60 કિલોમાં જતિન શર્મા 65 કિલોમાં જુબેર સમેજા , 70 કિલોમાં લાખાણી વાશીમ , 75 કિલોમાં કૃણાલ માવા , 80 કિલોમાં રજાક મોરી વિજેતા જાહેર થયા હતા આ સ્પર્ધાના ટાઈટલ વિજેતા સૌરાષ્ટ્ર થ્રી -2026 સમેજા જુબેર જાહેર થયો હતો . વિજેતા કોને કેશ પ્રાઈઝ મેડલ તેમજ સર્ટીફીકેટ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા .

આ સ્પર્ધામાં ચીફ ગેસ્ટ તરીકે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી , માજી કેંદ્રીય મંત્રી વલ્લભભાઈ કીરિયા જીલ્લા ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી , કર્ણાવતી કલબ અમદાવાદના ડાયરેક્ટર વિરલભાઈ પટેલ , રાજેન્દ્રસિંહ પરમાર , નીલેશ કંસારા , જુમ્બાભાઈ મલેક હાજરી આપેલ હતી . આ સ્પર્ધાને નિધિ સ્કૂલ રાજકોટ , મનોજભાઈ બોરિચા- આર.કે.બિલ્ડર્સ , જિમીભાઈ ભુવા – નેશનલ ફટનેશ કલબ , ટીઈ સ્પોર્ટ્સના દિપકભાઈ , જતીનભાઈ જેઠવા – પ્રયોસા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , ઉર્વેશ પટેલ સાંદીપની સ્કૂલ , દેવ રબારી – ડાયનેમો ન્યુટીસનનો સહયોગ મળેલ હતો . આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ટુર્નામેન્ટ ડાયરેકટર યશપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અસ્ફાક ધૂમરા , જય ચંદનાની હર્ષદ રાઠોડ જહેમત ઉઠાવી હતી .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.