યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ પડવાની સ્થાનિકોની ચીમકી
મોરબીના ઘુંટુ રોડ પર દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા દેશી દારૂના વેચાણ પર રોક લગાવીને કાર્યવાહી કરવામાં નહિ આવે તો જનતા રેડ પાડવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.
ઘુટુ રોડ પાસે પર થતા દેશી દારૂના વેચાણ અંગે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવાયું હતું કે મોરબીના ઘુંટુ રોડ પર સાંજે ૭:૩૦ થી ૧૦:૩૦ સુધી ખુલ્લે આમ દેશીદારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આકૃતિ સીરામીક પાસેના બેઠા પુલમાં તેમજ મેલડી હોટેલ પાછળ હોલસેલમાં દેશી દારૂની કોથળી વેચવામાં આવી રહી છે.
આ જગ્યાએ પોલીસ અઠવાડિયામાં એક વખત આવે છે. અને દેશી દારૂનું વેચાણ કરનારાઓ સાથે વાતચીત કરીને ચાલ્યા જાય છે.વધુમાં રજુઆતમાં જણાવાયું હતું કે પોલીસની મીઠી નજર હેઠળ ચાલતી આ ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ કરાવી ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવેતો સ્થાનિકો જનતા રેડ પાડશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com