- અટીકા ફાટક વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
- ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડા પર રેડ કરાઈ
- દેશી દારૂના અડ્ડા પર જનતા દ્વારા રેડ કરાઈ
ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના અવાર-નવાર ધજાગરા થતાં જોવા મળે છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાની માહિતી સામે આવે છે. ત્યારે ફરી એકવાર રાજકોટમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણથી કંટાળેલાં સ્થાનિકો જાતે જ કાર્યવાહી પહોંચ્યા હતાં. તેમજ રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોએ જાતે જ જનતા રેડ પાડવાનું નક્કી કર્યું હતું. સ્થાનિકો દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. ત્યારે જાહેરમાં દેશી દારૂ પી રહ્યાં, તેમજ રસ્તા પર ખુલ્લેઆમ દેશીદારૂની કોથળીઓનો ઢગલો જોવા મળ્યો હતો. જનતા રેડને થતાં જ દારૂડિયાઓ ત્યાંથી ભાગ્યા હતાં. આ સિવાય જનતા રેડ કરવા ગયેલાં લોકોએ બે થી ત્રણ મોટાં-મોટાં કોથળા ભરીને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.