પુરવઠા તંત્રની નિષ્ક્રિયતા થી પેટ્રોલપંપ નજીક કેરોસીનના હાટડા : પરપ્રાંતિય શ્રમિકો અને ઉધોગોને છડે ચોક વેચાતું કેરોસીન
મોરબીમાં પુરવઠાતંત્રનું જાણે અસ્તિત્વ જ ન હોય તે રીતે સસ્તા અનાજના વેપારીઓ દ્વારા ખુલ્લે આમ કેરોસીન ના કાળાબજાર કરવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મોરબી શહેર અને જિલ્લા માં પુરવઠા તંત્ર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાનું માળખું યોગ રીતે ચાલે તે માટે તપાસણી કરવાનું ભૂલી જઈ ગોરખધંધા પ્રત્યે આંખ આડા કાં કરી લેતા પેટ્રોલ પમ્પ ની આજુ બાજુમાં કેરોસીન ના હાટડા માં ખુલ્લેઆમ કાળાબજાર બજાર માં કેરોસીનનો ધીકતો ધંધો કરવામાં આવી રહ્યો છે.
સરકારે ફ્રી સેલ કેરોસીન બંધ કરતા સસ્તા અનાજના વેપારીઓ ને કેરોસીન ના કલાબજારમાં થયા છે ખાસ કરીને મોરબીના ઉધોગોમાં પર પ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય કેરોસીનના મન પડે તેવા ભાવે કાળાબજાર માં વેચાણ થઇ રહ્યું છે
આ ઉપરાંત ઉધોગોમાં પણ કેરોસીન ની ભારે ડિમાન્ડ હોય મોરબી શહેર જિલ્લા માં કાળાબજારી નો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છેઉલ્લેખનીય છે કે બારકોડેડ રેશનકાર્ડ આવ્યા બાદ સરકાર એવું માનતી હતી કે કેરોસીન ના કાળાબજાર પર નિયંત્રણ આવશે, પરન્તુ સસ્તા અનાજ ના પરવાનેદારો એ એનો પણ તોડ મેળવી લઇ સેંકડો બોગસ રેશનકાર્ડ બનાવી લીધા છે જેના થકી કેરોસીન નો કાળો ધંધો આરામથી ચાલી રહ્યો છે. દરમિયાન હવેતો આધારકાર્ડ લિંકઅપ ને કારણે સરકારે કેરોસીન ની ફાળવણી વધારી દેતા પરવાનેદારો ને બખ્ખા થઇ ગયા છે. સમાપક્ષે પુરવઠા તંત્ર બધું જાણતું હોવા છતાં ચુપકીદી સેવી લેતા આ ગોરખધંધામાં ભાગીદારી ની શંકા ઉપજી રહી છે.
આશ્ચર્ય તો એ વાત નું છે કે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા પરવાનેદારો માટે ઈ-એફપીએસ સોફ્ટવેર ફરજીયાત કરવા છતાં મોરબીના અનેક પરવાનેદારો રેશનકાર્ડ ધારકોને ફૂડ કૂપન માટે અન્ય જગ્યાએ મોકલી રહ્યા છે.આમ મોરબી જિલ્લા માં અંધેર નગરી ની જેમ પુરવઠા નો વહીવટ ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે.