15 વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે; 27 અને 28 નવેમ્બરે શ્રીશ્રી રવિશંકર એકેડેમી ખાતે હરીફાઈ યોજાશે; રજીસ્ટ્રેશન શરૂ; આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ધ ડિવાઈન યોગા ફિટનેસ સ્ટુડિયો અને ડો. અર્જુનસિંહ રાણા સ્પોર્ટસ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે ઓપન ગુજરાત યોગાસન અને સૂર્યનમસ્કાર ચેમ્પિયનશીપનું આગામી તા.27 અને 28મી નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂકયું છે. ચેમ્પિયનશીપને સફળ બનાવવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ં ” ફિટ ઇન્ડિયા ” ના ઉદેશ્યથી સમગ્ર ભારત જ્યારે ફિટનેસ માટેની પ્રવૃતિ કરી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ” ઘ ડિવાઈન યોગા ફિટનેસ સ્ટુડિયા” દ્વારા અને ” ડો.અર્જુનસિંહ રાણા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના ” સંયુક્ત ઉપક્રમે ઓપન ગુજરાત રાજ્ય યોગાસન અને સૂર્યનમસ્કાર ચેમ્પિયનશીપ 2021 નું આયોજન થઈ રહ્યું છે.
આ સ્પર્ધામાં 15 વર્ષથી ઉપરના તમામ ભાઈઓ તથા બહેનો ભાગ લઈ સકશે, સ્પર્ધાનો મુખ્ય ધ્યેય ગુજરાત રાજ્યની તમામ જનતા આપણી ભારતીય સંસ્કૃતિમાં આપેલ યોગ તથા સૂર્યનમસ્કાર જે માણસને તંદુરસ્ત બનાવે સાથે રોગ મુક્ત કરે છે, જે આ સ્પર્ધા દ્વારાં લોકો કરતાં થાઈ, સ્પર્ધાની તારીખ : 27-28 નવેમ્બર 2021 , શ્રી શ્રી રવિશંકર એકડેમી રાજકોટ ખાતે યોજાશે. તો આ હરીફાઈમાં ભાગ લેવા માટે ગુજરાતની તમામ જનતાને અનુરોધ કરાયો છે.
સ્પર્ધાના આયોજક ” ધ ડિવાઈન યોગા ફિટનેસ સ્ટુડિયો ” ના મેનેજિંગ ડિરેક્ટર , ી અર્જુન ઠાકર, ચાંદનીબેન મેહતા, હાર્દિકભાઈ પટેલ તથા સ્પર્ધાના માર્ગદર્શક ડો.અર્જુનસિંહ રાણા (વાઇસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, નોડેલ ઓફિસર અને બ્રાન્ડ એમ્બેસેડર ફિટ ઇન્ડિયા મુવમેંટ, ગુજરાત રાજ્ય) જેવો સ્પર્ધાની તમામ પ્રવૃતીની દેખરેખ રાખી રહ્યા છે, અને સપૂર્ણ રીતે સાથે જોડાયેલ છે.
સ્પર્ધામાં નામ રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ 10/11/2021 છે દરેક યોગપ્રેમી જનતા એ નામ લખાવી દેવું , આ સ્પર્ધામાં વિજેતા થનારને મેડલ ટ્રોફી તથા સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવશે , સ્પર્ધાની તમામ માહિતી માટે આપેલ ફોન નંબર પર સંપર્ક કરવો +91 91063 75746 , રૂબરૂ નામ લખાવવા રાજકોટ ઓફિસ : ધ ડિવાઈન યોગા ફિટનેસ સ્ટુડિયો , વિરાણી ચોક પાસે , વિરાણી હાઇસ્કૂલ સામે રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.