પરીક્ષા કેન્દ્ર પર ધુસી સ્કુલના કર્મચારીઓ પર ખુલ્લેઆમ હુમલો અને ગાળાગાળી કરી
વાંકાનેર શહેરની જાણીતી સ્કુલ અને ૧૦ની બોર્ડની પરીક્ષાનુ કેન્દ્ર કે.કે. શાહ માધ્યમિક વિદ્યાલય મા બોર્ડની પરીક્ષા દરમ્યાન વાંકાનેરની જાણીતી ખાનગી જ્ઞાનગંગા સ્કુલના સંચાલક પેપર પુરુ થયા બાદ ૧:૫૩ કલાકે યોગેન્દ્રસિંહ ઝાલા એ કેન્દ્ર મા ઘુસી મારી સ્કુલની વિદ્યાર્થીનીઓને સપ્લીમેન્ટરી કેમ ન આપી કહી સ્કુલનાં કર્મચારીઓને અપ શબ્દો કહી અને હુમલો કરતા મોરબી જીલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
બનાવની વાંકાનેર શહેર પોલીસમાથી મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરની કે.કે. શાહ માધ્યમિક વિદ્યાલયમા ૧૦માની બોર્ડની પરીક્ષા દરમિયાન વાંકાનેરની ખાનગી જ્ઞાનગંગા સ્કુલના સંચાલન યોગેન્દ્રસિંહ ઝાલાએ પેપર પુરા થયા બાદ ૧:૫૩ કલાકે પ્રતિબંધીત બોર્ડના કેન્દ્ર પર ઘુસી અને કેન્દ્ર સંચાલક સ્કુલના કર્મચારી અને ફરીયાદી દર્શનાબેન જીતેન્દ્રભાઈ જાની પાસે જઈને ખુલ્લી ગુંડાગીરી આચરતા મારી સ્કુલની વિદ્યાર્થીની ને સપ્લીમેન્ટરી કેમ ન આપી? કહી મહીલા કર્મચારી સાથે વિભિન્ન શબ્દોનો પ્રયોગ કરતા સ્કુલના સીસીટીવી કેમેરા ઓપરેટર પ્રીતેશભાઈ ઓઝા વચ્ચે પડી સમજાવવાનો પ્રયાસ કરતા આરોપી યોગેન્દ્રસિંહ ઝાલા દ્વારા તેમને ફડાકો મારી ન છાજે તેવુ વર્તન કરી ખુલ્લે આમ ગુંડાગીરી ચલાવી હતી જે બાબતે વાંકાનેર શહેર પોલીસ દ્વારા ફરીયાદ નોંધી અને આરોપી યોગેન્દ્રસિંહ ઝાલા વિરુધ્ધ આઈ.પી.સી કલમ ૩૩૨ મુજબ ગુનો નોંધી વિશેષ તપાસ વાંકાનેર શહેર પી.એસ.આઈ આર.પી.જાડેજા ચલાવી રહ્યા છે.
આ બનાવ અંગે બોર્ડની પરીક્ષા કેન્દ્રની સુરક્ષા બાબતે અનેક પ્રશ્નો ઉદભવે છે કે જે પ્રતિબંધીત કેન્દ્ર પર સ્કુલનો સ્ટાફ કે ટ્રસ્ટી પણ બોર્ડની પરીક્ષા દરમિયાન જઈ ન શકે તે કેન્દ્ર પર ગુંડાઓ ઘુસીને ખુલ્લી ગુંડાગીરી કરીને પરીક્ષા કેન્દ્રના સ્ટાફ પર હુમલા ઓ કરે છે ???
શું બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રની આ જ સુરક્ષા છે ? જો બોર્ડનુ કેન્દ્ર પણ સુરક્ષીત ન હોય તો વિદ્યાર્થીઓ અને બોર્ડના પેપર કઈ રીતે સુરક્ષીત હશે ? જે બાબતે તપાસ જરુરી બની છે.