- સ્થાનિક ખેડૂતો, મહિલા જૂથો, ગ્રામપંચાયતના સભ્યો સહિતના સરકારી પ્રતિનિધિઓએ લીધો ભાગ
- પ્રાદેશિક સમસ્યાઓ સહિતની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ
પાટણના સાંતલપુર તાલુકાના રામપુરા ગામમાં CEE દ્વારા અવઘુત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “ઓપન અવેરનેસ ટ્રેનિંગ” કાર્યક્રમ યોજાયો. જેમાં સ્થાનિક ખેડૂતો, મહિલા જૂથો, ગ્રામ પંચાયત સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ખેતિપધ્ધતિઓમાં પરિવર્તન લાવવા માટે નિષ્ણાત પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જમીનના આરોગ્ય, પાણી સંરક્ષણ, ખેતીમા રહેતી પ્રાદેશિક સમસ્યાઓ સહિતની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક ખેડૂતોના અનુભવો અને પ્રશ્નોત્તરી સત્રો દ્વારા તેમની જરૂરિયાતો અને મુશ્કેલીઓ સમજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ડૉ. સ્વેતા રાજપુરોહિત, પ્રવીણ પ્રજાપતિ, હર્ષદ ઠાકોર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાંતલપુર તાલુકાના રામપુરા ગામમાં CEE દ્વારા અને અવઘુત ફાઉન્ડેશન ના સાથે “ઓપન અવેરનેસ ટ્રેનિંગ” વિરમભાઇ ના ખેતર, રામપુરા (સંડેર તળાવ ની પાસે ખારાશ વાળુ ખેતર) માં આ કાર્યક્રમ યોજાયો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) દ્વારા આજ રોજ સંતલપુર તાલુકાના રામપુરા ગામ ખાતે “ઓપન અવેરનેસ ટ્રેનિંગ” યોજાઈ, જેમાં સ્થાનિક ખેડૂતો, મહિલા જૂથો, ગ્રામ પંચાયત સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) એ એક રાષ્ટ્રીય સંસ્થા છે, જે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC) હેઠળ પર્યાવરણ શિક્ષણ માટેની ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે વર્ષ 1984 માં સ્થાપિત કરવામાં આવી હતી. CEE નો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સુસંગત ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ કેન્દ્ર શિક્ષણ દ્વારા વિવિધ વર્ગોના લોકોને પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવા માટે કાર્ય કરે છે.
CEE ના મેનેજિંગ ડિરેક્ટર કાર્તિકભાઈ સારાભાઈ છે, જેઓ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને વિક્રમ સારાભાઈના સુપુત્ર છે. તેઓએ ભારતમાં પર્યાવરણ શિક્ષણ અને ટકાઉ વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. CEE ના જળવાયુ પરિવર્તન વિભાગની પ્રોગ્રામ ડિરેક્ટર ડો. શ્વેતા રાજપુરોહિત છે, જેમણે આ ક્ષેત્રમાં વિશેષ અનુભવો ધરાવે છે. તેઓ રામપુરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશેષજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક ખેડૂતોને પર્યાવરણ સાથે સંકળાયેલ ટકાઉ ઉકેલ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
CEEના ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલી રહેલા “આબોહવા પરિવર્તન સામે સક્ષમ થવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખેતી અનુકુલન પરિયોજના પ્રોજેક્ટ, હેઠળ, આ વિસ્તારની ખેતી અને પાણીની સમસ્યાઓને ઉકેલવા માટે વિવિધ ટકાઉ ઉકેલો અપનાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ, ખેડૂતો અને સ્થાનિક સમુદાયને રિચાર્જ હોલીયા, એકીકૃત હોર્ટેકલ્ચર મોડલ, ખારાશ ઘટાડવા માટે ટ્રેન્ચ સિસ્ટમ અને વર્મી કમ્પોસ્ટિંગ જેવી ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી.
કાર્યક્રમમાં ખેતિપધ્ધતિઓમાં પરિવર્તન લાવવા માટે નિષ્ણાત પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી, જેમાં જમીનના આરોગ્ય, પાણી સંરક્ષણ, ખેતી મા રહેતી પ્રાદેશિક સમસ્યાઓ તથા તેના સમાધાન, પાક વિશે વિશેષ અનુકૂળ પધ્ધતિઓ, અને સરકારની ખેતી સંબંધિત યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સ્થાનિક ખેડૂતોના અનુભવો અને પ્રશ્નોત્તરી સત્રો દ્વારા તેમની જરૃરિયાતો અને મુશ્કેલીઓ સમજવામાં આવી, અને નોંધ લેવામાં આવી હતી.
આ કાર્યક્રમની રામપુરા ગામના ખેડૂતોનો નું મહત્વનુ યોગદાન રહ્યુ. તેમની સક્રિય ભાગીદારી અને સંકલિત પ્રયાસોથી, આ કાર્યક્રમ ગામથી દૂર સુકા અને ખારાશ ભરી જમીન ધરાવતા ખેતીપ્રદેશમાં સફળતાપૂર્વક યોજાઈ શક્યો. સાથે સાથે, ખેડૂતો ના સહયોગથી ખેતરો તરફ જતાં માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ સુધારો થયો, જેનાથી હવે ખેડૂતોએ તેમના ખેતરોમાં સરળતાથી પોહચી શકાય અને ખેતી માટે વધુ સગવડો ઉપલબ્ધ બની હતી.
CEE ઇન્ડિયા દ્વારા આ પ્રકારના તાલીમ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ દ્વારા સ્થાનિક સમાજના જીવન-સ્તર સુધારવાનો અને પર્યાવરણ સાથે સુસંગત ઉકેલો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ટ્રેનિંગ દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાઈ અને તેમણે પ્રાયોગિક રીતે કરીને શીખવાની તક મેળવી. તેમજ અન્ય સરકારી યોજનાઓ ની માહિતી પણ બાગાયત ક્ષેત્રે કચેરી માંથી ઉપસ્થિત તેમજ ગ્રામ સેવક દ્વારા માહિતી આપવામાં આવી. હતી આ પ્રસંગે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: દિપક સથવારા