સ્વામી વિવેકાનંદ જયંતિ, રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજના ૨૫૦૦૦ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર સંબોધશે

નવનિર્મિત ઈન્ટરનેશન ટ્રાન્જીસ્ટ હાઉસ અને સરસ્વતી ગર્લ્સ હોલ્ટેલમાં લાઈબ્રેરીનું પણ ઈ-લોકાર્પણ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. ૧૨ મી જાન્યુઆરી ૨૧ને મંગળવારના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજોના ૨૫ વિધાર્થીઓને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરથી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે સંબોધન કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે અભ્યાસ કરતાં વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે કુલપતિ અને  ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ આશરે રૂ. ૪ કરોડ (ચાર કરોડ)ના ખર્ચે નવનિર્માણ પામેલ માધુનીક ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ તથા કેમ્પસ ખાતે આવેલ સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાંચનની સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી સ્વાધ્યાય પરિવારના પૂજય પાંડુરંગ દાદાની ચેર દ્વારા સરસ્વતી હોસ્ટેલ ખાતે નવનિર્માણ પામેલ સુંદર લાઈબ્રેરીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે  કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે નૂતન પ્રક૯૫ના ભાગરૂપે આશરે રૂ. ૬ કરોડ (છ કરોડ)ના ખર્ચે તૈયાર થનાર અતિ અધતન લાઈબ્રેરી તથા આશરે રૂ. ૧,૨૫ કરોડ સિવા કરોડ)ના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થીએટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ઈ-ખાતમુર્ત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ હરહંમેશ શિક્ષણની સાથે સાથે સેવા પરમો ધર્મના સુત્રને સાકાર કરી અને છેવાડાના માનવીની ચિંતા કરી સામાજીક ઉતરદાયિત્વના ભાગરૂપે અનેકવિધ સેવાકિય પ્રક૯પો હાથ ધરેલ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને અનુદાનીત કોલેજોના એન.એસ.એસ. ના કેડેટસ દ્વારા એકપણ દિવસે ધરે રહ્યા વગર વિવિધ જીલ્લાઓમાં કોરોનાના કપરા સમયમાં કોરોના વોરીયર્સ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે, આ સેવાકિય કાર્યની યાદી રૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને અનુદાનીત કોલેજોના એન.એસ.એસ.ના કેડેટસ દ્વારા કરવામાં આવેલ કામગીરીનું પ્રસિધ્ધ કરવામાં આવેલ એક સોવેનીયનું વિમોચન પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ઈવિમોચન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.