નવરાત્રીનો ધમધમાટ શરૂ થયો છે. વિવિધ સંસઓ દ્વારા અર્વાચીન રાસોત્સવના પણ આયોજનો થયા છે. શહેરમાં ઘણી જગ્યાએ વેલકમ નવરાત્રી યોજાઈ રહી છે. ત્યારે આ વર્ષે અવનવા ટ્રેડીશ્નલ ચણીયા ચોલી, કેડીયા બજારમાં આવી ગયા છે. તસવીરમાં દેખાતુ કેડીયુ સૌને અચંબીત કરી દે તેવું છે. અધધધ… ૧૩ ફૂટનું આ કેડીયું નવરાત્રી પૂર્વે શહેરના નિર્મલા રોડ પર સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રમ વખત તૈયાર નાર આ ૧૩ ફૂટના કેડીયા માટે ગિનિશ બુકમાં પણ નામ નોંધણી કરવામાં આવી છે.
લોકો રાસ ગરબા રમવા નગની રહ્યાં છે. ચણીયા ચોલી, કેડીયા વગેરેની ખરીદી પુરજોશમાં ચાલી રહી છે. તો પ્રાચીન ગરબીઓ માટે પણ આયોજકો તડામાર તૈયારી કરી રહ્યાં છે. બાળાઓ પણ ગરબી રમવા માટે છેલ્લી ઘડીની પ્રેકટીસ કરી રહી છે. શહેરમાં નવરાત્રીનો માહોલ છવાયો છે. અર્વાચીન રાસોત્સવમાં પણ ગરબે રમવા મહિલાઓ, પુરુષો, બાળકો તૈયારી કરી રહ્યાં છે. આ વર્ષે અવનવા ટ્રેડીશનલ કપડા, ચણીયા ચોળી, કેડીયા, ઝભ્ભો, વિવિધ ઓર્નામેન્ટસ વગેરે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. બજારમાં આ બધી વસ્તુઓ ખરીદવા પડાપડી થઈ રહી છે. ત્યારે શહેરના નિર્મલા રોડ ઉપર એક દુકાનમાં અધધધ… ૧૩ ફૂટનું કેડીયું લોકોને આકર્ષી રહ્યું છે.
ટીકા મોતી અને ભરતકામથી સુશોભીત આ કેડીયુ વજનદાર પણ એટલું જ છે ૧૩ ફુટનું કેડીયું હોય જે ફકત ખેલૈયાઓ લોકો ને જોવા માટે રાખવામાં આવ્યું છે જે કોઇ વ્યકિત આ કેડીયું પ્રથમ નજરે જોવે તો ચોકકસ અચંબો અનુભવ્યા વગર રહે નહીં.