જો તમારુ કામ કરવામાં મન ન લાગતું હોય અને બેચેની લગતી હોય તો તે દૂર કરવા માટે એક ચપટી મીઠું પૂરતું છે. જેના માટે તમારે નાહવા સમયે પાણીમાં એક ચપટી મીઠું નાખીને તે પાણીથી નહાઈ લેવાથી માનસિક બેચેની ઓછી થાય છે. અને મન ફ્રેશ રહે છે.
અપચાની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે સંચાલનો ઉપયોગ કરવો જોઈએ જે મીઠાનો જ એક પ્રકાર છે જેનો સ્વાદ ખારો હોવાની સાથે તેમાં થોડી ખટાશ પણ હોય છે. જયારે પણ અપચો, વાયુ કે પેટમાં ચૂંથાવા જેવું લાગે ત્યારે એક ચપટી સંચળ ખાવાથી રાહત થાય છે.
ચહેરાને વધુ ગોરો અને સુંદર બનવાવો છે તો મીઠાના પાણીથી મોઢું ધોવું જોઈએ. તેનાથી કુદરતી રીતે ચહેરાનો નિખાર વધે છે. પરંતુ એ ખાસ ધ્યાન રાખવું કે તે પાણી આંખમાં ન જાય નહિ તો આંખમાં બળતરા થશે.
દાંત અને પેઢાની કોઈ પણ સમસ્યા થાય તો પહેલો ઈલાજ એ છે કે કાપતી મીઠું લયી તેમાં થોડું સરસિયાનું તેલ મિક્સ કરી તેનાથી રોજ દાંત સાફ કરો. આ મંજન રોજ નિયમિતરૂપથી કરવાથી દાંત મજબૂત બનવાની સાથે સાથે દાંતના સળાથી પણ નિજાદ મેળવી શકાય છે.
મીઠું ભોજનનો સ્વાદ તો વધારે જ છે પણ જો તેનો સદ્ઉપયોગ થાય તો તે ઘરની શોભમાં પણ અભિવૃત્તિ કરે છે કચું મીઠું જેમાં સોડિયમ ક્લોરાઇડ જે ક્રિસ્ટલ પદાર્થના સ્વરૂપમાં હોય છે તે ડાઘ ધબ્બા દૂર કરે છે.