શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ઓનીકસ ગ્રુપ ઓફ કંપનીના ર૩૦ કર્મચારીઓએ પોતાના પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો હતો. કર્મચારીઓ વતી કંપનીના ડીરેકટર નીખીલભાઇ સાવલીયાએ કલેકટર રેમ્પા મોહનને રૂ ૧,૦૦,૧૦૧ નો ચેક અર્પણ કર્યો હતો. ઓનિકસ ગ્રુપ ઓફ કંપની કે જે ઇલેકિટ્રકસ ને લગતા તમામ પ્રોજેકટસ સોલાર ને લગતા તમામ પ્રોજેકટસ વિન્ડ ને લગતા તમામ પ્રોજેકટસ ઓપરેશન એન્ડ મેટેનન્સ, લાઇટીંગ અને ઇલેકટ્રીકલની તમામ પ્રોડકટસ બનાવનાર, ગુજરાત તથા ની બહાર બધે કામ કરતી કંપનીએ દેશ પર આવેલ કોરોના વાયરસની આપતિમાં મદદરુપ થવાની ભાવનાથી તા. ૧૮-૪ શનિવારના રોજ ઓનિકસ ગ્રુપના ડીરેકટર નિખીલભાઇ સાવલીયાએ ઓનિકસ ગ્રુપના ર૩૦ કર્મચારીઓનો એક દિવસનો પગાર રાજકોટના કલેકટર રેમ્પા મોહનને રૂા ૧,૦૦,૧૦૧ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરેલ હતો. આ તકે કલેકટર એ ઓનિકસ ગ્રુપના તમામ કર્મચારીઓનો ખુબ ખુબ આભાર માનેલ છે.
Trending
- મૂકો લાપસીના આંધણ : ગીર પંથકની જીવાદોરી તાલાલાની સુગર ફેક્ટરી ફરી શરૂ થશે
- Patan : રાધનપુર વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ થતાં રોષે ભરાયા
- રેલવે મુસાફરો માટે….! જાણો તત્કાલ ટિકિટનો નવો નિયમ
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મુંબઇમાં ચાર ચૂંટણી સભાઓ ગજવશે
- શિયાળાની ધીમી ગતીએ જમાવટ: તિબેટિયનોનું પણ આગમન
- રાજકોટ નાગરિક બેન્કના 1પ ડિરેકટરોની ચૂંટણી માટે કાલે મતદાન
- બાંગ્લાદેશી મહિલા બોગસ ડોક્યુમેન્ટ સાથે સુરતમાં વસવાટ કરતાં ઝડપાઈ
- Jamnagar: ગુલાબનગર વિસ્તારમાં ભાજપ નેતાના ઘરમાંથી ઝડપાયું જુગારધામ