દેશમાં થોડા સમય થયા કોરોના સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. દિન પ્રતિદિન સંક્રમિત લોકોની સંખ્યા ઓછી થઈ રહી છે. આ સુખદ સમાચાર વચ્ચે કોરોના અંગે વાત કરતા સંત નિત્યાનંદનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં સ્વામી, ભારતમાંથી કોરોના ક્યારે નાબૂદ થશે તેનો જવાબ આપે છે.
સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નિત્યાનંદનો શિષ્ય પૂછે છે કે, ‘કોરોના ભારતમાંથી ક્યારે જતો રહશે. આ પ્રશ્નનો જવાબ આપતા નિત્યાનંદે કહ્યું કે, ‘દેવી ‘અમ્માન’ તેમના આધ્યાત્મિક શરીરમાં પ્રવેશ કરી ચૂકી છે. તે જયારે ભારતની ધરતી પર પગ મૂકશે ત્યારે જ કોરોના ભારત છોડશે.’
નિત્યાનંદે 19 એપ્રિલે જાહેરાત કરી હતી કે, ‘કોરોનાની બીજી લહેરને કારણે ભારતથી કૈલાશા આઇલેન્ડ પર આવતા યાત્રાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ સાથે તેમણે બ્રાઝિલ, યુરોપિયન યુનિયન અને મલેશિયાથી આવતા લોકો પર પ્રતિબંધની લાગવાની વાત કરી હતી.’
સંત નિત્યાનંદ પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. વર્ષ 2019માં નિત્યાનંદ ભારતમાંથી ભાગી ગયા હતા. નિત્યાનંદનો દાવો કરતા કહે છે કે, ‘ભારતમાંથી ભાગ્યા બાદ તેમણે એક વર્ચુઅલ આઇલેન્ડ સ્થાપ્યું છે. જેનું નામ તેમણે કૈલાશા રાખ્યું છે. દાવા મુજબ નિત્યાનંદનું આ ટાપુ ઇક્વાડોરના તટની પાસે આવેલું છે.