આજે વિશ્વ વન દિવસ ભારતમાં વન દિવસની ઉજવણી કરવી પડે તે ગૌરવ લેવા જેવી વાત નથી: વી.ડી. બાલા

વન સંવર્ધન અને સંરક્ષણની વાતો આપણે ઘણી સાંભળી, ઉપરાંત આપે વન સંગર્ધનનાં સરકારના પ્રયાસો પણ જોઇ રહ્યા છીએ. પરંતુ ખરેખર જયા સુધી જે તે વ્યક્તિ પોતાની રીતે નહી વિચારે ત્યાં સુધી વન સંરક્ષણ શકય નથી. દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઇએ સાથો સાથ વન્ય પ્રાણી ઉપરાંત ઘરની આજુ બાજુ રહેતા પક્ષી અને નાના જીવજંતુઓને પણ નુકસાન ન પહોચાડવું જોઇએ. માનવી પહેલ કરે તો વનનું સંવર્ધન સરક્ષણ અધરૂ નથી. આજે ૨૧ માર્ચની વિશ્ર્વ વન દિવસ ઉજવણી થઇ રહી છે.

vlcsnap 2020 03 21 08h48m06s116

નવરંગ નેચર કલબનાં પ્રમુખ વિ.ડી. બાલાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યુ કે ભારતમાં વન દિવસની ઉજવણી કરવી પડે તે ગૌરવ લેવાની વાત નથી. આપણો દેશ ઋષિઓનો દેશ છે. આપણી સંસ્કૃતી જંગલો માંથી જ વિકસી છે તો આપણે વનનાં રક્ષણ સંવર્ધન માટે વન દિવસ ઉજવવો પડે છે તે આપણે કયાંક ને કયાંક વૃક્ષોને ભુલવા માંડ્યા છીએ. જેથી સરકારે નકકી કર્યુ કે ૨૧મી માર્ચને વિશ્ર્વ વન દિવસ તરીકે ઉજવવું.

આપણે વૃક્ષોને ભુલવા માંડયા છીએ તો આપણે એક દિવસ નહિ પણ આખુ વર્ષ આપણે વૃક્ષોનું જતન કરવુ જોઇએ. સવિપેશ આપણે ત્યાં દેશી કુળના વૃક્ષો જેવા કે વડ, ઉબંરો, પીપળો, લીંબડા આવે છે જે વાતાવરણ માટે પણ સારા અને તેમનું આયુષ્ય પણ લાંબુ હોય છે. વૃક્ષો માનવી, પર્યાવરણ અને પક્ષીઓને કાયદો કરે છે. તેથી દરેકે દેશીકુળના વૃક્ષો વાવવા જોઇએ. પહેલાના સમયમાં ગામનાં ચોરે, પાદરે અથવા મંદિરોએ વડલો જોવા મળતા હાલમાં ધીમે-ધીમે વૃક્ષોનુ નિકંદન થઇ રહ્યુ છે.

vlcsnap 2020 03 21 08h50m25s230

નવરંગ નંચર કલબ દ્વારા વાડીએ વડ નામની યોજના શરૂ કરવામાં આવી છે. જેથી લોકો વધુ તરફ આગળ વધતા રહે વડલાના ફળ પક્ષી ખાય છે. તેના પાન મોટા છે તેથી સરળતાથી ઓકસીજન પણ મળી રહે છે. લોકોને અપિલ કરતા જણાવ્યુ કે ભારત સરકારે વનનિતિ નકકી કરી છે કે કુલ જમીન ૩૩% વિસ્તારમાં વૃક્ષો હોવા જોઇએ. ગુજરાતમાં ૧૦% જંગલ છે. ભારતમાં ૨૩% જંગલ છે. આ ટકાવારી વધારવા સરકાર પાસે વધારાની જગ્યા નથી. લોકો ઝાડ વાવતા થાય તો જ ટકાવારી ઊંચી આવે તો કુદરતનું ચક્ર બરાબર ફરે. તેથી લોકોએ વૃક્ષો વાવવા જોઇએ ખાસતો ઘરે જયારે કોઇ પ્રસંગ આવે ત્યારે વૃક્ષો વાવવા જોઇએ. ખાસતો જંગલ અથવા વન એટલે માત્ર વૃક્ષો જ નથી પરંતો વન્યપ્રાણી અને પક્ષી પણ વનનો જ ભાગ છે. તો માત્ર વન્ય પ્રાણી જ નહી પરંતુ આપણા ઘરની આજુબાજુના પ્રાણીઓનું પણ જતન કરવુ જોઇએ. આ ઉપરાંત પક્ષીઓ માટે પહેલાના સમયમાં ખેડૂતો એક લાઇન વધારે વાવતા હાલ પણ તેનુ અનુકરણ કરવાની જરૂર છે.

ખાસતો બાળકો દેશનું ભાવિ છે. નાનપણથી જ બાળકોને જંગલના સંસ્કાર આપવા હોય તો તેમને વન-વગડાની મુલાકાત કરાવવી જોઇએ. કુદરતના વગડાની બહુ જ મોટી તાકાત છે. તેથી બાળકો તે બધુ જોઇ નવુ શિખશે. આ ઉપરાંત કયાંક લોકો ભુલી રહ્યા છે કે વન ભોજન વનમાં ફરવાનો આનંદ લેવો જરૂરી છે. પણ ત્યા કચરો ફેલાવો જોઇએ નહી. ખાસતો ગિરનારની લીલી પરિક્રમમાં લોકો ધાર્મિક ક્રિયા માટે જાય છે. પરંતુ કચરો ફેલાવે છે. આ બાબત યોગ્ય નથી. પહેલાના સમયથી ઝાડ ઘટયા છે તેનુ કારણ છે આજે લોકોએ ઝાડ વાવવાનું છોડી દીધુ છે. દરેકને ઓકસીજન જોઇએ છે પરંતુ ઝાડ વાવવા નથી. પરંતુ દરેકે ઝાડ વાવવા જોઇએ. જેથી ઓકસીજન મળી રહે. અંતમાં લોકો અને બાળકોને સંદેશો આપતા જણાવ્યુ કે નિષ્ઠાપૂર્વક દર વર્ષ એક ઝાડ ઉછેરવું. જેથી હરિયાળી થતા વાર નહી લાગે અને વાતાવરણ પણ સુધરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.