ધોરણ-૧૦ની રી ટેસ્ટમાં માળીયા સેન્ટરના સૌથી વધુ પરીક્ષાર્થીઓ
માસ કોપી કેસના ૪૮૦માંથી માત્ર બે જ પાસ થયા છે !!! જયારે પાંચને ચઢાવ પાસ કરાયા છે. લુણાવાડા, દાહોદ અને માળીયા સહિત કુલ ૭ સેન્ટરોમાંથી ૪૮૦ પરીક્ષાર્થીઓ સામે માસ કોપી કેસ થયા હતા. આ પરીક્ષાર્થીઓની લેવામાં આવી હતી પરંતુ ૪૮૦ માંથી માત્ર બે જ ફુલ્લી પાસ થયા છે. જયારે પાંચને વધારાના પાંચ ગુણ આપીને પાસ થવા જ‚રી માંડ માંડ ૩૫ માર્ક ભેગા કરીને ચઢાવ પાસ કરી દેવાયા છે.
માસ કોપી કેસમાં માળીયા, લુણાવાડા અને દાહોદના સૌથી વધુ પરીક્ષાર્થીઓ ઝડપાયા હતા. ગુજરાતના કુલ ૭ સેન્ટરોમાં માસ કોપી કેસ થયા હતા. ઠોઠ નિશાળીયાઓ પરીક્ષામાં ચોરી કરવાનો આઈડિયા કરે આ માટે નીતનવા કિમિયા કરે પરંતુ સાબિત થઈ ગયું છે કે તેઓ અંતે તો ઠોઠ નિશાળિયા જ સાબિત થયા છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ધોરણ-૧૦ની ગત વાર્ષિક પરીક્ષામાં રાજયના ૭ પરીક્ષા કેન્દ્રોમાં માસ કોપી કેસ થયા હતા. જે પૈકી મોરબી, લુણાવાડા અને દાહોદ પરીક્ષા કેન્દ્રોમાં ચોરી કરતા પકડાઈ જનારા પરીક્ષાર્થીઓની સંખ્યા સૌથી વિશેષ હતી. ગુજરાત સેક્ધડરી બોર્ડની ટીમે કોપી કેસ પકડી પાડયા હતા પરંતુ છાત્રોનું ભાવી ન બગડે તે માટે તેમન (ફેર પરીક્ષા) કડી નિગરાની/ દેખરેખ હેઠળ આપવા દેવાની તક મળી હતી.