હવે દર સોમવારે ‘લોકદરબાર’ યોજી પ્રજાના પ્રશ્નો નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવા આયોજન
રાજકોટજિલ્લા પંચાયત હસ્તકના તમામ ગામડાઓનો વિકાસ થાય તેવા શુભાશય અને લોકો પોતાના પ્રશ્ર્નો રજૂ કરી શકે તેવા હેતુથી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા દર સોમવારે જિલ્લા પંચાયત ખાતે ‘લોકદરબાર’ યોજવાના નિર્ણય બાદ આજ સોમવારે પ્રથમ લોક દરબાર યોજાયો હતો.
જિલ્લા પંચાયત કાર્યાલય ખાતે યોજાયેલા પ્રથમ લોકદરબારમાં માત્ર ત્રણ જેટલા પ્રશ્ર્નો આવેલ હતા. ઉપસ્થિત થયેલ આ ત્રણેય પ્રશ્ર્નોનો સત્વરે નિકાલ લાવવા અધિકારીઓનેસુચના અઅપાશે તેમ પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતુ.
લોક દરબાર યોજી પ્રજાના પ્રશ્ર્નો ઉકેલવાના પ્રયાસ સમા આ પ્રથમ લોક દરબારમાં રીટાયરમેન્ટની રકમ અને હાઈકોર્ટના અનાદરનો પ્રશ્ર્ન નિવૃત નાયબ ઈજનેર હરિશ ત્રિવેદીએ રજૂ કર્યો હતો.
સરધાર પાસેના લાખાપર ગામ પાસે સ્ટેટ હાઈવેમાં લાઈટીંગ નાખવા અને રોડ રસ્તા રિપેરીંગનો એક પ્રશ્ર્ન આમ ત્રણેક જેટલા પ્રશ્ર્નો આ લોક દરબારમાં અરજદારોએ રજૂ કર્યા હતા.
જિલ્લા પંચાયતની ઝડપી અને શ્રેષ્ઠ કામગીરીના કારણે જિલ્લા પંચાયત વિસ્તારમાં અણ ઉકેલ ઓણ પ્રશ્ર્નો છે જેના કારણે લોક દરબારમાં ઓછા પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે. લોક દરબારમાં રજૂ થયેલ પ્રશ્ર્નોનો સત્વરે ઉકેલ લાવવા તંત્ર સજાગ છે તેમ પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતુ.
આ લોક દરબારમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી, આઈસીડીએસ સમીતીના ચેરમેન સુમીતાબેન રાજેશભાઈ ચાવડાના પ્રતિનિધિ રાજેશભાઈ ચાવડા અને આરોગ્ય સમીતીના ચેરમેન જયોત્સનાબેન જયંતિલાલ પાનસુરીયા, કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ રેવતુભા જાડેજા, સિંચાઈ સમિતિના ચેરમેન જેંતીભાઈ મોહનભાઈ બરોચીયા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ ભાણાભાઈ દાફડા, શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન ધર્મેન્દ્રભાઈ ટીલારા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.ગામડાંના વિકાસ થાય તેવા નિર્ણયો ફટાફટ લેવા પ્રભારીની ટકોર બાદ રાજકોટ જિ.પંચાયતમાં આજે લોકદરબાર યોજાયો હતો. તેમાં લગભગ તમામ સમિતિઓના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લાના અંદાજિત 595થી વધુ ગામડાંઓના વિકાસની જવાબદારી જેના શિરે છે તેવાં રાજકોટ જિલ્લા પંચાયતના શાસક સભ્યોમાં અસંતોષ ઊભો થયાનો મુદ્દો સંગઠન પ્રભારી સુધી પહોંચ્યા બાદ પદાધિકારીઓને કાર્યશૈલી સુધારવા અને સંપીને આંતરિક સંલકન સાધીને કામ કરવા ટકોર કરાયા બાદ સોમવારે પ્રથમ લોકદરબાર યોજાયો હતો.
પ્રમુખ ભૂપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, હવેથી દર સોમવારે જિલ્લા પંચાયત ખાતે સવારે 11થી 12 દરમિયાન લોકદરબાર યોજાશે. જેમાં પ્રમુખ પોતે, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા વિરલભાઈ પનારા, દંડક અલ્પાબેન તોગડિયા સહિતના તમામ હોદ્દેદારો (સમિતિ ચેરમેન) પ્રજાના પ્રશ્નો સાથે બેસીને સાંભળશે અને આવેલા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ થાય તે દિશામાં ઝડપી કામગીરી કરાશે.