દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું છે કે, એવા વિવિધ કેસો સામે આવ્યા છે જ્યાં માહિતી અધિકાર(આરટીઆઈ) અધિનિયમ, 2005નો દુરુપયોગ સરકારી તંત્રને ‘લકવા’ તરફ દોરી ગયો છે એટલે કે તંત્રને આરટીઆઈનો દુરપયોગ ‘પાંગળું’ બનાવી રહ્યું છે.
પારદર્શિતા લાવવાના ઉદેશ્ય સાથે ઘડાયેલા કાયદાના દુરુપયોગ મામલે હાઇકોર્ટ ચિંતિત
જસ્ટિસ સુબ્રમોનિયમ પ્રસાદની સિંગલ જજની બેન્ચે જણાવ્યું હતું કે આરટીઆઈ એક્ટનો હેતુ સુશાસનને આગળ વધારવા માટે છે પણ તેનો દુર્ભાગ્યપૂર્ણ દુરુપયોગ માત્ર તેનું મહત્વ ઘટાડશે અને સાથે જ સરકારી કર્મચારીઓને તેમની ફરજો નિભાવવામાં વિચલિત કરશે.
માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 સરકારના કામકાજમાં પારદર્શિતા લાવવાના પ્રશંસનીય ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવ્યો હતો. આ કાયદો દરેક નાગરિકને માહિતીની સુરક્ષિત પહોંચ પ્રદાન કરવા માટે લાવવામાં આવ્યો હતો અને ભ્રષ્ટાચારને અટકાવવા માટે લાવવામાં આવ્યો હતો. જો કે, આ કોર્ટ હવે આરટીઆઈ કાયદાનો દુરુપયોગ જોઈ રહી છે અને આ મામલો માહિતી અધિકારના દુરુપયોગનો ક્લાસિક કેસ છે. આરટીઆઈ કાયદાનો હેતુ હવે કમનસીબે દુરુપયોગનો છે.