કોરોનાને કાળ વળતાં હવે મુંબઈ કરોને છૂટછાટ મળી રહી છે. મુંબઇકરોને ‘રેલવે ડોઝ’ અપાતા દેશની આર્થિક રાજધાની ફરી ધબકતી થઈ જશે. જી હા, મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં મુસાફરીની 15મી ઓગસ્ટથી લોકોને આઝાદી મળી જશે. પરંતુ અહીં એ નોંધવું અગત્યનું છે કે લોકલ ટ્રેનમાં એવા જ મુસાફરો મુસાફરી કરી શકશે જેઓએ રસીના બંને ડોઝ લઈ લીધા હોય.
રસીની ‘રસ્સા ખેંચ’ જામી; શું હવે ત્રીજો ડોઝ લેવો પડશે?
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરતા જણાવ્યું છે કે સ્વતંત્રતા દિવસથી રાજ્યની લોકલ ટ્રેનમાં મુસાફરો મુસાફરી કરી શકશે. પરંતુ આ માટે મુસાફરોએ સંપુર્ણ રસીકરણ મેળવી લીધું હોવું જોઈએ. એટલું જ નહીં રસીનો બીજો ડોઝ લીધેલાના 14 દિવસ વીતી ગયા હોવા જોઈએ. તેજ પ્રવાસ કરી શકશે.
બે ડોઝ લીધા હોય તે નાગરિકને સરકાર દ્વારા તૈયાર કરાયેલી ખાસ એપમાં જાણકારી ભર્યા બાદ કયુઆરકોડ એટલે કે ફોટા પાસ ક્યુઆરકોડ ઉપલબ્ધ થશે. જો કોઈ પાસે મોબાઇલ ફોનની વ્યવસ્થા ન હોય તો મુંબઈ મહાનગર પાલિકાની તમામ વોર્ડ કચેરીમાંથી પાસ મળશે. જનતાને સંબોધતા આ જાહેરાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાત દિવસ પહેલા સ્વતંત્ર દિવસની શુભેચ્છા આપતાં કહ્યું કે નાગરિકોએ સંયમ રાખવું, ભીડભાડવાળી જગ્યાએ બચવું અને કોરોના પ્રતિબંધક નિયમોનું પાલન કરવું.