આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિએ ‘૧૫ દિવસ જોખમી’ હોવાનું કીધું છે ત્યારે
સ્વયંભૂ જનજાગૃતિ છતાં કેટલાય વેપારીઓ ધંધાની ‘લ્હાય’માં તકેદારી રાખતા નથી
જામનગર શહેર/જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો અવિરત પણે વધી રહ્યા છે. આ ગંભીર અને ચિંતાજનક સ્થિતિમાં જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, આરોગ્ય વિભાગ દ્વારા સરકારના અનલોકના નિયમોનું પાલન કરાવવા આગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં પ્રજામાં હજુ સંપૂર્ણ જાગૃતિ આવી નથી. ઉલ્ટાનું વધુને વધુ બેદરકારી જોવા મળે છે.
ચા-પાનનુ દુકાનો, નાસ્તાની રેંકડીઓ, અન્ય દુકાનો પર લોકોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને સવારના ભાગમાં શાકબકાલાની રેંકડીઓ આસપાસ લોકોના ઝુંડ જોવા મળે છે. આ તમામ બાબતોમાં લોકો મોઢા પર માસ્ક નથી પહેરતા, નથી સોશ્યલ ડિસ્ટન્સીંગની દરકાર કરતા…
બેડીગેઈટ વિસ્તારમાં તો સવારે ૧૧ વાગ્યા સુધી કડિયા-કામદાર-મજૂરોની બજાર ભરાય છે. અસંખ્ય લોકોના ટોળેટોળા જોવા મળે છે. આ લોકો ક્યા વિસ્તારમાંી આવે છે, તે બાબતમાં પણ તપાસ થવી જરૃરી છે. એટલું જ નહીં, આ ટોળામાં ભાગ્યે જ કોઈએ મોઢા પર માસ્ક પહેર્યા હોય છે અને આ લોકોને સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમની તો જાણે ખબર જ ન હોય તેમ ટોળે વળ્યા હોય છે. આ અસંખ્ય મજૂરોની હાજરીનો લાભ લેવા સવારી ગાંઠિયા-દાલ પકવાન-ઘૂઘરાવાળા પણ ખડકાય જાય છે અને તેની આસપાસ પણ ટોળા ઊભા રહી જાય છે. ગંદકી ફેલાય છે તે વધારામાં!
આ તમામ બાબતો કોરોનાનો કહેર ફેલાવવામાં નિમિત્ત બનતા હોય તો નવાઈ નહીં!
જામનગરના વેપારીઓએ અને ખાસ કરીને ચા-પાનના દુકાનદારો-ધંધાર્થીઓએ સવારે આઠી સાંજે છ સુધી દુકાનો ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે અને સાંજે છ પછી બધા દુકાનો બંધ કરી સ્વયંભૂ જાગૃતિ દર્શાવી રહ્યા છે.
પણ… શહેરમાં કેટલાંક ચા-પાન કે અન્ય દુકાનવાળા વેપારી સંગઠનની અપીલને ધ્યાને લેતા ધંધાર્થી, અને પોતાની મનમાની કરીને ચા-પાનની દુકાનો મોડે સુધી ખુલી રાખી રહ્યા છે. તેમાંય હોસ્પિટલ રોડ પર અમુક ધંધાર્થીઓને લોકડાઉન, અનલોક ન હોય તો પણ કોઈ કરતા કોઈ નિયમો લાગુ ન પડતા હોય તેમ બિન્દાસ ધંધો કરે છે. રસ્તા પર પાણી ઢોળવા, ગંદકી ફેલાવવી, ઘરાકોના ટોળા ભેગા કરવા, દુકાનની બહાર જ ધંધો કરવો, રસ્તા વચ્ચે ઊભા રહી ચા નો ઓર્ડર આપતા રિક્ષાવાળા, નાના-મોટા વાહનોવાળાને ચા-વેંચવી, ટ્રાફિકને સતત અડચણરૃપ બનવું વગેરે અનેક સમસ્યાનો ત્રાસ નગરજનો આ માર્ગ પરી પસાર થતા વખતે ભોગવી રહ્યા છે.
મોટાભાગના વેપારીઓએ સ્વયંભૂ જાગૃતિ દર્શાવી છે, ત્યારે આવા ગણ્યા ગાંઠ્યા દુકાનદારો કે ચા-પાનવાળાનો લોકોએ સામેથી જ બહિષ્કાર કરવો જોઈએ.
આ ઉપરાંત તમામ નગરજનોએ સાવચેતીની તમામ બાબતો પ્રત્યે ગંભીરતા દર્શાવી તમામ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું અત્યંત જરૃરી બની રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા નિયમોનું પાલન નહીં કરનારા ઉપર કડકમાં કડક અને સઘન કાર્યવાહી કરવાની તાતિ જરૃર છે. અલબત્ત દરરોજ કાર્યવાહી થઈ જ રહી છે, પણ તેમાં વધુ તિવ્રતા લાવવાની જરૃર છે. સાથો સાથ નિયમોનો ઉલાળિયો કરનારા, કાયદા-નિયમોને પોતાના ખિસ્સામાં હોવાનું સમજી ધંધો કરનારાઓની દુકાનોને સીલ કરી દેવાની કડક કાર્યવાહી કરવાની જરૃર છે.
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જામનગરની મુલાકાત સમયે જણાવ્યું કે આવનારા પંદર દિવસ હજુ વધુ જોખમી છે ત્યારે આ સમયગાળામાં લોકો સ્વયંભૂ રીતે જાગૃતિ દર્શાવી તંત્રને, દુકાનદારોને સહકાર આપે તે આજના સમયની માંગ છે. નિયમોનો ભંગ કરનારાને અટકાવવાની ફરજ પણ જરૃરી જાગૃત નાગરિકોએ બજાવવી પડશે, અને તંત્રએ પણ કોઈની શેહશરમ, રાજકીય ભલામણ કે નાત-જાત જોયા વગર નિયમો તોડનાર સામે કડક પગલાં ભરવાની જરૃર છે.