- પાયલ હોસ્પિટલ વિડીયો લીક કેસ
- સોશિયલ મીડિયા હેન્ડલર અને ટેલિગ્રામ મારફતે વિડીયો વેચવામાં પ્રજવલની જ અહમ ભૂમિકા
રાજકોટની પાયલ હોસ્પિટલનાં સગર્ભા મહિલા દર્દીની તપાસનાં અંગત સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થવા મામલે હવે તપાસ તેજ બની છે. પોલીસ તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. સાઇબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આરોપીઓની પુછપરછ કરાઇ રહી છે. આ કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી પ્રજવલ તૈલી હોવાનો ખુલાસો થયો છે. એટલુ જ નહીં પ્રજવલ તૈલી સમગ્ર કાંડનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. પ્રજવલ સોશલ મીડિયા હેન્ડલનું સંચાલન હતો, અને આ બંને આરોપીઓ ટેલિગ્રામ મારફતે ઓનલાઈન વીડિયોનું વેચાણ પણ કરતાં હોવાનો ખુલાસો થયો છે. પાયલ હોસ્પિટલ કાંડ પર હવે મોટો ખુલાસો થયો છે. આ દુશાસનકાંડ પર અનેક પ્રકારના ખુલાસા થતાં તપાસ વધુ તેજ બની છે. માહિતી પ્રમાણે, પ્રજવલ તૈલી સમગ્ર કાંડનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. પ્રજવલ સોશલ મીડિયા હેન્ડલનું સંચાલન હતો અને આ બંને આરોપીઓ ટેલિગ્રામ મારફતે ઓનલાઈન વીડિયોનું વેચાણ પણ કરતાં હોવાની વાત ખુલી છે. બંને આરોપીઓની પૂછપરછમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે. ખાસ વાત છે કે, ઉત્તરપ્રદેશથી ઝડપાયેલા આરોપીને આજે સાંજ સુધીમાં અમદાવાદ લવાશે. ચંદ્રપ્રકાશ કુંભ મેળામાં મહિલાઓના સ્નાન કરતા વીડિયો અપલોડ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીઓએ અન્ય હોસ્પિટલ અને સંસ્થાઓના સીસીટીવી હેક કર્યાની પણ સંભાવના સેવાઇ રહી છે.
મહત્વનું છે પાયલ હોસ્પિટલ કાંડમાં મહિલાઓની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓ વિરુદ્ધ ગુજરાત પોલીસની નક્કર કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. યુપીની પોલીસ કરતા ગુજરાતની પોલીસે વધુ મજબૂત કલમ સાથેનો ગુનાઓ દાખલ કર્યા છે. સાયબર ક્રાઈમ વિભાગે આરોપીઓ સામે આઈટી -66(2) કલમ ઉમેરી છે, ગુનેગારોને જામીન ના મળે અને આજીવન કેદ થાય તેવી કલમો પણ પોલીસે દાખલ કરી દીધી છે. કુંભમાં મહિલાઓની અંગત તસવીરો વાયરલ કરવાના કેસમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુંભ મુદ્દે યુપી સરકારે દાખલ કરેલા ગુનાથી પણ વધારે મજબૂત ગુજરાતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલતા’તા
સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને માહિતી આપી હતી કે, ટેલિગ્રામ પર પ્રથમ દિવસે મહિલા દર્દીની પ્રાઇવસીનો ભંગ કરતો એક વીડિયો વાઇરલ થયો હતો. તપાસમાં ખ્યાલ આવ્યું કે રાજકોટ પાયલ નર્સિંગ હોમનો આ વીડિયો છે. ત્યાર બાદ હોસ્પિટલનાં 3 મહિનાનાં સીસીટીવીની તપાસ કરાઈ છે. ટેક્નિકલ એનાલિસિસ બાદ સાઇબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક રવાના કરીને પ્રયાગરાજ, મહારાષ્ટ્ર મોકલાઈ હતી, જ્યાં 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રથી ઝડપાયેલ આરોપીઓ રોમાનિયા અને એટલાન્ટાનાં હેકર્સ સાથે સંપર્કમાં હતા. આરોપીઓ એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલ કરતા હતા.
આરોપીઓને આજીવન કેદમાં ધકેલવા કલમ 66-એફનો ઉમેરો
ગુજરાત સરકાર સહિત સાયબર ક્રાઇમ વિભાગ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ ક2વામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ બનાવનારા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ ક2વામાં આવી છે. મેઘા એમબીબીએસ નામની યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ શરૂ ક2ી ક2વામાં આવી છે. સાયબર ક્રાઇમ આઈટી એક્ટ 66 ઈ, 67 કલમ હેઠળ ગુનો નોધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. કોઈની પ્રાઇવસી ભંગ કરવી અને સોશિયલ મીડિયામાં અંગત વીડિયો વાયરલ કરવાની કલમ હેઠળ ગુનો નોંધાઈ રહ્યો છે.