જોકે હવે ઉતરાયણ ગયા બાદ ઠંડી ખૂબ જ ઓછી થવા તરફ છે… પરંતુ ફેશનની જો વાત કરવામાં આવે તો તેમાં ગર્લ્સ અને બોયઝ ક્યાય પાછા નથી પડતાં તેમાં પણ જો ખાસ વાત કરીએ ઠંડીને લઈને તો ઠંડીથી રાહ મેળવવા તેમજ ફેશનમાં પણ સૌથી આગવું સ્થાન મેળવવા ઘણા બધા લોકો ઘણી બધી ટ્રિક પણ અપનાવતા હોય છે તો ચાલો આજે આપણે અત્યારે ચાલતી ફેશન એટલે કે લેધર જેકેટ વિષે વાત કરીએ જેમાં આજકાલ બોઈઝની સાથે સાથે ગર્લ્સમાં પણ ખૂબ જ ક્રેઝ વધતો ગયો છે.
લેધર જેકેટની વાત કરીએ તો તેમાં પહેલા તો ચોક્કસ રંગો જ મળતા હતા, જેવા કે બ્રાઉન અને બ્લેક પરંતુ હવે તેમાં ચેરી રેડ, પર્પલ, બ્લૂ, નેવી બ્લૂ જેવા તમામ રંગો ઉપલબ્ધ છે, વળી લેધર જેકેટ વિન્ટર માટ તો યુવક તેમજ યુવતીઓમાં એકસરખી રીતે જ લોકપ્રિય બનેલું હોય છે. અને હવે તો બ્લેક બ્રાઉનને બદલે ડાર્ક રેડ, મરૂન, આર્મી ગ્રીન , ડાર્ક કોફી જેવા ઘણા રંગોમાં ઉપલબ્ધ છે.
શિયાળામાં જેકેટ લાંબા કાર્ડિગ્ન તરીકે ફરવાળું પહેરાય છો તો કોલેજ જતા યુવક યુવતીઓ લેધર જેકેટસ વધારે પસંદ કરે છે. કારણ કે કાર્ડિગ્ન મહિલોઓ ઉપર વધારે ઓપી ઉઠે છે.
જેકેટમાં હાલમાં ઘણા બધા વિકલ્પ છે જેમાં ઘણા બધા પોકેટસ તથા ઝીપનો સમાવેશ થતો હોય છે સામાન્ય રીતે ઝીપ તથા પોકેટ્સનો ઉપયોગ ટોમ બોય લુક માટે યોગ્ય રહે છે જ્યારે બટન તથા સિંગલ ચેન જેકેટસ રોજના પહેરવેશમાં ઉપયોગ કરી શકાય છે. તમે ઇચ્છો તો મેચિંગ હેન્ડ ગ્લોવ્ઝ પણ લઈ શકો છો . જો તમે જેકેટના ચાહક છો તો તેઓ હવે ક્વોલિટી લેધર જેકેટ અથવા તો કોઈ પણ પ્રકારના લેધર જેકેટ પહેરતી વખતે તેની સાચવણી પણ વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. લેધર જેકેટ આમ તો પહેરે સારું જ લાગે છે પરંતુ મોટા ભાગે તે વેર્સ્ટન વેર સાથે વધુ શોભી ઉઠે છે. એટલે જ્યારે લેધર જેકેટ કે અન્ય કોઈ જેકેટ પહેરો ત્યારે તમ સાથે શું પહેરો છે તેનું ધ્યાન રાખવું. જેકેટની લેન્થ કમર સુધી હશે તો વધારે યોગ્ય રહેશે.