બ્રહ્માકુમારીના પૂર્વ પ્રમુખ દાદી જાનકીની સ્મૃતિમાં ટપાલ ટિકિટનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે વિમોચન
આધ્યાત્મ જ વિશ્ર્વમાં સાચી શાંતિ એકતા અને ભાઈચારો કાયમ કરી શકે છે તેમ ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુએ બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ પ્રમુખ દાદી જાનકીની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડતી વેળાએ જણાવ્યુ હતુ.
નવીદિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિના નિવાસ સ્થાને બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ પ્રમુખ દાદી જાનકીની સ્મૃતિમાં ટપાલ ટિકિટ વિમોચન કરતા ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકયા નાયડુએ જણાવ્યું હતુકે બ્રહ્માકુમારીના આ આધ્યાત્મિક અભિયાનનું નેતૃત્વ મહિલાઓએ કયુર્ંં છે. આ વૈશ્વિક ભિયાન મહિલાઓની સ્વતંત્રતા અને સશકિતકરણનું પ્રતિક છે. આ અભિયાને સિધ્ધિ કર્યું છે કે જાતી ભેદ વગર આધ્યાત્મિક જ્ઞાન મેળવી શકાય છે.
પૂરાણ કાળના વિદુષીગાર્ગી અને મૈત્રીનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યુંં કે ભારતના ઈતિહાસમાં આવા કેટલાય ઉદાહરણ છે. જેણે જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ નેતૃત્વ પૂરૂ પાડયું છે. પ્રાચીન કાળમાં નારીની દિવ્યતાની શકિતના રૂપમાં પૂજા કરવામાં આવતી હતી. સમાજમાં મહિલાઓ વિરૂધ્ધ પ્રવર્તતા ભેદભાવ અને સમાજમાં નૈતિક મૂલ્યોનું પતન થયું છે. તેને આપણે બદલાવની જરૂર છે.
તેમણે જણાવ્યું કે વ્યકિતવાદી જીવન શૈલીથી સમાજ અને પ્રાકૃતિક પરિવેશ સાથે સંઘર્ષથી ભાવના વધે છે. જયારે આધ્યાત્મિક વ્યકિતને સામાજીક અને પાકૃતિક પરિવેશથી જોડે છે. જયારે આવી એકાત્મતા આવે ત્યારે સમાજ અને વિશ્ર્વ માટે સકારાત્મક યોગદાન આપી શકે છે.
સરકારે આવા એક અનુકરણીય આધ્યાત્મિક ગૂરૂની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડીએ સર્વત્ર પ્રશંસનીય કાર્ય છે. તેમ તેમણે જણાવ્યું હતુ.
આ તકે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પૂર્વ સીબીઆઈ નિર્દેશક ડી.આર. કાર્તિકેયન, બ્રહ્માકુમાર વ્રજમોહન, બ્રહ્માકુમારી આશાબેન, વિનીબેન, શ્રી મૃત્યુંજય અને અન્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્ર્વભરમાં ફેલાયેલા બ્રહ્માકુમારી સમુદાયના સભ્યોએ આ કાર્યક્રમને વર્ચ્યુઅલ નિહાળ્યો હતો.