માત્ર નાણાં ફાળવ્યે ઉઘોગો ધમધમવાના નથી, વિવિધ પ્રશ્ર્નો ઉકેલી સુવિધા આપવી જરૂરી: ગ્રામ સ્વરાજ મંડળની મુખ્યમંત્રીને રજૂઆત
દેશના નાણા ઉઘોગ જ રોજગારી, કરની આવક વપરાશી વસ્તુનુ ઉત્પાદન કરી દેશને સમૃઘ્ધ બનાવી શકશે. તેમ જણાવી ગ્રામ સ્વરાજ મઁડળે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી ભારતને આત્મ નિર્ભર બનાવવા ગ્રામ્ય વિસ્તારના નાના ઉઘોગો માટે કરાવેલા જોગવાઇ તેનો અમલ કરાવની રજુઆત કરી છે.
ગ્રામ સ્વરાજ મંડળના પ્રમુખ ધીરુભાઇ ધાબલીયાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, કોરોનાના કારણે સમગ્ર વિશ્ર્વ ભારે મુશ્કેલી ભોગવી રહી છે. મોટી જાનહાની અને આર્થિક ખર્ચના કારણે લોકોનો તમામ વર્ગ મુશ્કેલીમાં મૂકાયો છે. ગુજરાતની પરિસ્થિતિ જોઇએ તો નાના ઉઘોગકારો અને કારીગર વર્ગ તકલીફમાં છ. સરકારે ર૦ લાખ કરોડનું પેકેજ મુકેલ છે. તેનો જરુરીયાતવાળા લોકો સુધી પહોચશે કે કેમ તે મોટો સવાલ છે.
વડાપ્રધાને નાના ઉઘોગકારો માટે મુદ્દા યોજના આપી તેનું શું પરિણામ આવ્યું તે નજર સામે છે. આથી આ રકમ લાભાર્થીને મળે તેવું આયોજન કરવું જોઇએ.
સૌ પ્રથમ રોજગારી માટે સરકારી નીતિમાં મોટો તફાવત છે સરકાર માને છે કે ઉઘોગ માટે લોન આપીએ એટલે ઉઘોગો ધમધમશે આ ગણત્રી ખરી નથી વેપાર ઉઘોગ માટે આ સાથે દર્શાવેલ મુદ્દા ઘ્યાને લેવા જેવા છે.
૧૯૮૬માં નવી ઉઘોગપતિ અમલમાં આવેલ જેમાં પ્રોજેકટ ખર્ચના ૩૦ ટકા રોકડ સહાય અને ૧૦૦ ટકા ટેકસમાફી નવા ઉઘોગોને મળે તેમ થતાં ખાનગી ખેતીની જમીન બીનખેતી થઇને ઉઘોગો શરુ થાય છે. આજે સરકારે ઉઘોગકારોને લોન આપવા જે જાહેરાત કરી છે તે ટૂંકા ગાળાની અને જયારે ૧૯૮૬ માં પ્રોજેકટ ૩૦ ટકા રોકડ સહાય અને ૧૦૦ ટકા ટેકસ માફી હોવા છતાં ઘણા ઉઘોગો નિષ્ફળ ગયા કારણ કે નવા ઉઘોગકારોએ સ્થિર ઉઘોગ સામે ઉભા રહેવાનું છે. જુના ઉઘોગોની મશીનરી ધસારા ફંડ કાઢીને ઓછી કિંમતની છે. અને મૂડી વ્યવસ્થા, માર્કેટીંગ ગોઠવાઇ ગયેલ હોય છે. નવા ઉઘોગકારે લોનના હપ્તા, વ્યાજ, ઘર ખર્ચ કાઢવાનુ હોય છે. આથી કાચો માલ ઉચા ભાવે લઇ અને ટકવા માટે નીચા ભાવે પાકો માલ વેચવો પડે છે.
નવા ઉઘોગો તથા ચાલુ ઉઘોગ માટેના પ્રશ્ર્નો રાજય સરકારે હલ કરવા જરુરી છે. હાલની સ્થિતિમાં જે નાના ઉઘોગો છે તેને નાણાકીય સહાયની સાથે સરકારી કરવેરા અનેજમીન તથા કરવેરામાંથી મુકિત આપવાની જરૂર છે. આ માટે અગત્યના મુદ્દા સંબંધે ગંભીરતાથી વિચારીને હલ કરવાની જરૂર છે. ચીનનો માલ ભારતમાં કઇ રીતે આવેછે ? આત્મ નિર્ભર માટે ફકત રાષ્ટ્રીય ભાવના કામ આવવાની નથી ચીનની સામે હરીફાઇમાં ટકી રહેવાનું છે.
નવા ઉઘોગો શરૂ કરવા પ્રથમ જમીનની જરૂર પડે છે. સરકારી ખરાબાની જમીન બજારભાવથી ઉંચા ભાવે લાંબી લખાણ પટીથી મળે છે. વહીવટી તંત્ર આ માટે ઉદાસીન છે. પરિણામે ખરાબાની જમીન લેવા રાજી નથી અને કિંમતી ખેતીની જમીન બીનખેતી થાય છે. ઉઘોગ, રોજગારી, સરકારની ટેકસની આવક અને હુડીયામણ કરાવી આપે છે. તે માપદંડથી જોવામાં આવતું નથી. ઉઘોગ માટે ખરાબો અપાતો નથ. જે ખોદાણ થઇ જાય છે અને પેશકદમી થાય છે. આ માટે ખાસ ઘ્યાન આપવાની જરુરી છે.
જમીનની લીઝની રકમ તા. ૩૧-૭-૨૦ સુધી ૧ મીટરે સવાત્રણ પૈસા હતી તે વધારીને હાલમાં લોકલફંડ અને શિક્ષણ ઉપકર સહીત ૧ રૂપિયો અને ૪૦ પૈસા છે. સામાન્ય રીતે ઘરવેરાા રહેણાંક મકાન અને ગામ તળમાં હોય તેના બદલે ઉઘોગોમાં રૂ ૧૦૦ ની કિંમત ઉપર પ૦ પૈસા મુજબ છે. જે હકીકતે લાગુ પડે નહિ ેફેકટરી ઉપરનો ગ્રામ પંચાયતનો ઘરવેરો બોજારુપ છે ગ્રામ પંચાયતોને સરકારી ગ્રાન્ટ અને બીજી આવક છે ઘટતી વધારાની ગ્રાન્ટ સરકારે આપવી જોઇએ.
ઔઘોગિક એકમ ઘરખેડ ધારાની કલમ પ૪ મુજબ સહેલાઇથી જમીન ખરીદ કરી શકે અને કલમ પપ તથા ૬૫-ખ સરળ બનાવવી જોઇએ. જી.આઇ.ડી.સી. નો ભાવ વધુ હોય છે અને એપ્રીસીએશનના નામે નાણા પડાવે છે. બીન ખેતી જમીનનો હેતુફેર સરળ બનાવવો જોઇએ.
સરકારે ઔઘોગિક ઝોનમાં રહેણાંક અને ઉઘોગો માટે જાહેર હરાજીથી પ્લોટો આપવા જેથી સરકારને આવક થાય અને પેશકદમી અટકે,
ઔઘોગિક ઝોનમાં પર્યાવરણ માટે ઘ્યાન આપવું જરૂરી છે. કેમીકલની ફેકટરીઓ માટે અલગ જમીન આપવી જરુરી છે. ગંદુ પાણી ચેકડેમમાં ન આવે તે માટે ભૂગર્ભ ગટરની યોજના હોવી જોઇએ.
ઔઘોગિક ઝોનમાં પીવાના પાણી માટે કોઇ યોજના નથી. સરકારે નીતી જાહેર કરી કે એસો. આ માટે યોજના બનાવે અને સંચાલન કરે, પ્રોજેકટ માટે સરકાર સહાય આપશે. આ બાબત યોગ્ય નથી. સરકારે મજૂરો, કારીગરો માટે પીવાનુેં પાણી આપવા કાર્યવાહી કરવી જોઇએ.
સરકાર પ્રમાણિકપણે સ્વીકારે છે કે નાના ઉઘોગો જ રોજગારી, કરની આવક, વપરાશી વસ્તુનું ઉત્પાદન કરી દેશને સમૃઘ્ધ બનાવી શકશે., હકીકતે તમામ તાકાત મોટા ઉઘોગ માટે વપરાય છે. અને આવા ઉઘોગકારોએ બેકોને ડૂબાડી છે. સરકાર જે નીતિ નકકી કરે તે મુજબ સહેલાઇથી ધીરાણ મળતું નથી.
દેશને આત્મનિર્ભર કરવાની જાહેરાત થાય છે તો તેને અનુરુપ ગ્રામ્ય વિસ્તારમાં નાના ઉઘોગછ એટલા જ જરૂરી છે ર૦ લાખ કરોડના પેકેજમાં નાના મોટા ઉઘોગકારો, ગરીબો, ખેડુતો, નાના વેપારીઓ, ફેરીયા વગેરે માટે જે જોગવાઇ થઇ છે તેનો અમલ કરાવવા માટે પણ પગલા લેવા જોઇએ તેમ અંતમાં જણાવ્યું છે.