આખો દિવસ બગાસા આવે છે. તો આ ખાસ તમારા માટે…
જો તમને વારંવાર બગાસા આવે તો આજુબાજુના લોકો કહેતા હશે કે આની તો ઉંઘ જ પુરી નથી પણ બગાસા માત્ર ઉંઘને કારણે જ નથી આવતા..
જો તમને વારંવાર બગાસા આવે તો તે ગંભીર બિમારીનો સંકેત પણ હોઇ શકે છે.
૧-સ્ટ્રેસ :
– અનેક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે. સ્ટ્રેસ વધવાથી મગજનું ટેમ્પ્રેચર વધે છે. અને જ્યારે આપણે બગાસુ ખાઇએ ત્યારે ઓક્સિજનનું પ્રમાણ વધે છે. અને મગજ શાંત થાય છે.
૨- ઉંઘ :
ઉંઘ પુરી ન થઇ હોય અથવા સ્લીપ એપ્નિયા નામનો ડિસઓર્ડર હોય તો વધારે પડતા બગાસા આવી શકે છે.
૩- દવાની સાઇડ ઇફેક્ટ :
– ઘણી દવા એવા હોય છે જેના સાઇટ ઇફેક્ટથી પણ વધારે બગાસા આવવાનું કારણ બની જાય છે.
૪- થાઇરોઇડ :
– વારંવાર બગાસા આવવા હાઇપોથાઇરોઇડની નિશાની હોઇ શકે છે. શરીરના થાઇરોડ હોર્મોેન ઓછા થવાને કારણે પણ આમ બની શકે છે.
૫- ફેફ્સાની તકલીફ :
– મગજ સુધી ઓક્સિજન ઓછો પહોંચે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોવાને કારણે ફેફ્સાની સમસ્યા સર્જાઇ શકે છે.
– જો આવી સ્થિતિમાં બગાસુ આવે તો મગજ તરફ ઓક્સિજનનો ફ્લો વધી જાય છે. અને ઘણીવાર આવી સ્થિતિમાં ફેફ્સાની તકલીફ ઉભી થાય છે.